________________
૪૨
અપુનર્બધકદ્વાચિંશિકા/શ્લોક-૧૪-૧૫ “ોનના દ્યો' એ પ્રકારની યોગ' શબ્દની વ્યુત્પત્તિ છે અર્થાત્ “મોક્ષની સાથે આત્માનું જે યોજન કરે તે યોગ કહેવાય.” યોગની આવા પ્રકારની વ્યુત્પત્તિ હોવાને કારણે ઋષિઓએ મોક્ષમાર્ગની પ્રવૃત્તિને યોગ કહેલ છે; અને જીવ ઉપર પ્રકૃતિનો અધિકાર કંઈક ઓછો થાય ત્યારે, આ યોગ કંઈક અંશથી નક્કી પ્રગટ થાય છે. અપુનબંધક જીવ પૂર્વસેવાની આચરણા કરે છે ત્યારે, હજુ ભવના સ્વરૂપનો હેતુ, સ્વરૂપ અને ફળથી પણ ઊહ કરતો નથી, અને ભવના વિયોગના આશ્રયવાળો ઊહ પણ હજુ કરતો નથી, તોપણ પૂર્વસેવાકાળમાં તેના ઉપરથી પ્રકૃતિનો કંઈક અધિકાર ગયેલો છે, તેથી કંઈક અંશથી મોક્ષની સાથે યોજન કરે તેવો યોગ તેનામાં પ્રગટેલો છે; અને અપુનબંધક જીવ હેતુ, સ્વરૂપ અને ફળથી સંસારનો ઊહ કરે છે ત્યારે તે યોગ વિશેષ પ્રગટે છે, અને સંસારના સ્વરૂપનો ઊહ કર્યા પછી ભવના ઉચ્છેદનો અર્થ એવો તે ષષ્ટિમંત્રાદિ શાસ્ત્રોનું જ્ઞાન કરીને ભવના ઉચ્છેદનો વિશેષથી ઊહ કરે છે ત્યારે, પૂર્વ કરતાં કંઈક અધિક એવો યોગમાર્ગ અપનબંધક જીવમાં પ્રગટે છે.
આ વર્ણન “યોગબિંદુ' ગ્રંથ શ્લોક-૨૦૦-૨૦૧ના આધારે કરેલ છે. I/૧૪ અવતરણિકા -
શ્લોક-૧૪માં કહ્યું કે પ્રકૃતિનો અધિકાર નિવૃત્ત થયે છતે લેશથી નિશ્ચિત યોગ છે, તે કથન ગોપેન્દ્ર ઋષિનું છે. તે વચનથી અપુતબંધક જીવને યોગની પ્રાપ્તિ કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કરે છે – શ્લોક :
गोपेन्द्रवचनादस्मादेवलक्षणशालिनः ।
परैरस्येष्यते योग: प्रतिस्रोतोऽनुगत्वतः ।।१५।। અન્વયાર્થ :
સ્થ પ્રતિસ્ત્રોતોડનુર્વિત: આનું પ્રતિસ્રોતાનુગપણું હોવાને કારણે= અપુનબંધકની પ્રતિસ્રોતને અનુસરનારી ક્રિયા હોવાને કારણે વ્રતક્ષાશનિન =આવા લક્ષણવાળાનું શાંત-ઉદાત્તવાદિ ગુણયુક્ત અપુનબંધકને સ્મા પેવરના આ ગોપેન્દ્રના વચનથી=પૂર્વશ્લોકમાં કહ્યું કે નિવૃત્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org