________________
૩૫
અપુનબંધકદ્વાત્રિશિકા/બ્લોક-૧૨ અનુબંધસંતતિથી વિસ્તીર્ણ ક્લેશ જ વર્તે છે. અહીં=સંસારમાં, સુખનો લેશ પણ નથી, એ “વકારનો જ કારનો અર્થ છે.
આત્માનો જ સુખસ્વભાવ હોતે છતે આત્મામાં ક્લેશ કેવી રીતે વર્તે છે ? એથી કહે છે --
આત્મસ્વભાવને વ્યકતિરોધાન કરીને, ફ્લેશ વર્તે છે, એમ અન્વય છે. તેમાં દૃષ્ટાંત બતાવે છે –
જેમ દૂધને તિરોધાન કરીને દૂધના મધુર સ્વભાવને તિરોધાન કરીને લીમડાનો રસ વિકૃતે પોતાના કટુ સ્વભાવને દેખાડે છે.
અહીં પ્રશ્ન થાય કે લીમડાનો કડવો સ્વભાવ છે અને દૂધનો મધુર સ્વભાવ છે, અને બંનેના મિશ્રણમાં દૂધના મધુર સ્વભાવથી લીમડાના કટુ રસનું તિરોધાન ન થયું, અને લીમડાના કટુ રસથી દૂધના મધુર રસનું તિરોધાન થયું, એમ કેમ થાય છે ? તેથી કહે છે –
મોટા પ્રતિપંથી વડે અલ્પનો અભિભવ થાય છે, એથી મોટા પ્રતિપંથી એવા લીમડાના કટુ રસથી અલ્પ એવા દૂધના મધુર રસનો અભિભવ થાય છે, એમ પૂર્વ સાથે સંબંધ છે.
વળી, જ્યારે આત્મસ્વભાવ જ ઘણો થાય છે, ત્યારે તેના વડે પણ= આત્મસ્વભાવ વડે પણ, ક્લેશનો અભિભવ કરવો શક્ય છે, એથી સંસારદશામાં ક્લેશ દ્વારા આત્માના અભિભાવની અનુપપત્તિ નથી-આત્માના અફ્લેશ સ્વભાવના અભિભવની અનુપપત્તિ નથી એ પ્રમાણે ભાવ છે. આ= પ્રસ્તુત શ્લોકમાં કહ્યું એ, ફળનું ઊહત છે=અપુતબંધક જીવની ભવવિષયક ફળથી વિચારણા છે. ll૧૨ા ભાવાર્થ :
અપુનબંધક જીવમાં માર્ગાનુસારી બુદ્ધિ પ્રવર્તતી હોય ત્યારે જેમ ભવના હેતુની સમ્ય વિચારણા કરે છે અને ભવના સ્વરૂપની સમ્યગુ વિચારણા કરે છે, તેમ ભવના ફળની પણ સમ્યગુ વિચારણા કરે છે. તે વિચારણા કઈ રીતે કરે છે ? તે પ્રસ્તુત શ્લોકમાં બતાવેલ છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org