________________
અપુનબંધકદ્વાત્રિશિકા/બ્લોક-૧૦
૩૧ સ્વભાવ પણ છે. માટે સર્વ જીવોના સ્વભાવમાં સર્વથા અભેદ નથી, પરંતુ કથંચિત્ ભેદ છે અને કથંચિત્ અભેદ પણ છે. પદાર્થને શબલ-અનેકાંત સ્વીકારવાથી દષ્ટવ્યવસ્થાની સંગતિ :
ઉપર જણાવ્યું એ રીતે એકાંત પક્ષમાં દૃષ્ટવ્યવસ્થા સંગત થતી નથી, માટે જીવની કર્મપ્રકૃતિ અને જીવના સ્વભાવમાં કથંચિત્ ભેદભેદરૂપ શબલતા ઉચિત છે, અને આ શબલતા=અનેકાંતતા, સ્વીકારવાથી સકલ વ્યવહારની ઉપપત્તિ થાય છે અર્થાત્ જીવની પ્રકૃતિને શબલ સ્વીકારવાથી અને જીવના સ્વભાવને શબલ સ્વીકારવાથી જેમ સંસારી જીવોની કથંચિત્ સમાનતા અને કથંચિત્ અસમાનતા સંગત થાય છે, તેમ સંસારમાં દેખાતા સર્વ અનુભવો પદાર્થને શબલ=અનેકાંત, સ્વીકારવાથી સંગત થાય છે.
આ રીતે અપુનબંધક જીવ સંસારવિષયક હેતુનો સમ્યફ ઊહ કરીને સ્યાદ્વાદની પ્રાપ્તિ કરે, અને સ્યાદ્વાદ પ્રત્યે દૃઢ પક્ષપાતી બને, તો સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે.
અહીં વિશેષ એ છે કે આ રીતે જીવોની કર્મપ્રકૃતિના ભેદભેદને અને જીવોના સ્વભાવના ભેદભેદને વિચારીને સંસારના સ્વરૂપને વિચારી શકે તેવા સમર્થ બધા અપુનબંધક હોતા નથી, પરંતુ અપુનબંધક જીવો શાંત અને ઉદાત્ત આશયવાળા હોવાથી તત્ત્વને જાણવા માટે યોગીઓ પાસે જતા હોય છે; અને તેઓને ગુણમાત્રનો રાગ વર્તતો હોય છે, તેથી જ્યાં સુધી વિશિષ્ટ બુદ્ધિ પ્રગટ ન થઈ હોય ત્યાં સુધી સર્વ દર્શનના યોગીઓ પાસેથી યોગમાર્ગના પરમાર્થને જાણવા પ્રયત્ન કરતા હોય છે; અને જ્યારે યોગીઓના પરિચયથી કંઈક પ્રજ્ઞા વિકસે છે, ત્યારે તેઓને પદાર્થના પારમાર્થિક સ્વરૂપને જવાને અભિમુખ ઊહ પ્રગટે છે, તે વખતે સંસારના બાહ્ય કારણભૂત એવી પ્રકૃતિ અને સંસારના અંતરંગ કારણભૂત એવા સ્વભાવના વિષયમાં સમ્યક ઊહ પ્રવર્તે છે, જે ઊહના બળથી સ્યાદ્વાદની પારમાર્થિક સ્થિર રુચિ થાય તો સમ્યત્વની પ્રાપ્તિ થાય છે, તેથી સમ્યકત્વને અભિમુખ એવા અપુનર્ધધક કઈ રીતે સંસારનું સ્વરૂપ જુએ છે, તે બતાવવા માટે અહીં પ્રયત્ન કરેલ છે. તેમાં સૌ પ્રથમ ભવનાં બે કારણોનું સ્વરૂપ કઈ રીતે જુએ છે, તે બતાવ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે અપુનબંધક જીવો ભવના સ્વરૂપને વાસ્તવિક રીતે જોઈને પોતાની માર્ગાનુસારી બુદ્ધિને વિકસાવે છે. ll૧૦ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org