________________
૩૦
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૦ (૨) પ્રકૃતિના એકાંત અમેદપક્ષમાં આવતાં દૂષણો :- કર્મની પ્રકૃતિ સર્વ જીવોની એકાંત અભિન્ન હોય તો સંસારવર્તી જીવોમાં જેઓ કેટલાક નરકરૂપે છે, કેટલાક મનુષ્યરૂપે છે, કેટલાક તિર્યંચરૂપે છે તો કેટલાક દેવરૂપે છે, તેઓમાં દેખાતી પરસ્પર ભિન્નતા સંગત થાય નહીં; કેમ કે સર્વ જીવોમાં વર્તતી પ્રકૃતિનો સર્વથા અભેદ હોય તો તે પ્રકૃતિનું કાર્ય બધા જીવોને સમાન પ્રાપ્ત થવું જોઈએ, પરંતુ બધા જીવોને ભિન્ન ભિન્ન કાર્યની પ્રાપ્તિ દેખાય છે, તેથી સર્વ જીવોની કર્મની પ્રકૃતિ કથંચિત્ ભિન્ન છે.
આનાથી એ ફલિત થયું કે સર્વ જીવોની કર્મની પ્રકૃતિમાં કંઈક અંશથી સંદેશ કાર્ય કરવાનો સ્વભાવ છે અને તે અપેક્ષાએ દરેક જીવની કર્મની પ્રકૃતિમાં અભેદ છે, અને કંઈક અંશથી વિસદશ કાર્ય કરવાનો સ્વભાવ છે, તે અપેક્ષાએ દરેક જીવની કર્મની પ્રકૃતિમાં પરસ્પર ભેદ છે. સ્વભાવના વિષયમાં અપુનબંધક જીવની વિચારણા -
જેમ કર્મબંધનું કારણ જ્ઞાનાવરણાદિ કર્મપ્રકૃતિ છે, તેમ કર્મબંધનું કારણ કર્મબંધને અનુકૂળ એવો રાગ, દ્વેષ અને મોહના પરિણામરૂપ જીવનો સ્વભાવ પણ છે, તેથી સર્વ જીવોમાં વર્તતો કર્મબંધને અનુકૂળ એવો સ્વભાવ પણ પરસ્પર કથંચિત્ ભિન્ન છે અને કથંચિત્ અભિન્ન છે.
(૧) સ્વભાવના એકાંત ભેદપક્ષમાં આવતાં દૂષણો - સ્વભાવનો સર્વથા ભેદ સ્વીકારવામાં આવે તો તેના ફળરૂપ સંસારની પ્રાપ્તિ પણ સર્વથા ભિન્નરૂપે થવી જોઈએ, પરંતુ જીવોમાં કથંચિત્ સમાનરૂપ પણ ફળ દેખાય છે, તેથી એ સમાનતાના કારણભૂત સ્વભાવમાં પણ કથંચિત્ સમાનતા છે. જેમ સર્વ સંસારી જીવો સમાન રીતે મોહના પરિણામવાળા છે, તેથી તે પ્રકારનો સર્વ જીવોનો સમાન સ્વભાવ છે, વળી કેટલાક જીવો સમાન કર્મ પણ બાંધે છે, તે રીતનો તેમનો સમાન સ્વભાવ છે, માટે જીવોના સ્વભાવમાં કથંચિત્ અભેદ છે. તેથી સ્વભાવમાં પણ એકાંત ભેદ નથી.
(૨) સ્વભાવના એકાંત અભેદપક્ષમાં આવતાં દૂષણો :- સ્વભાવનો સર્વથા અભેદ સ્વીકારવામાં આવે તો તે સ્વભાવના ફળરૂપ સમાન કર્મબંધ અને તેના ફળરૂપ સમાન સંસારની પ્રાપ્તિ થવી જોઈએ; પરંતુ સંસારી જીવોમાં કથંચિત્ વિષમતા દેખાય છે, તેથી તેના કારણભૂત જેમ વિષમ કર્મો છે, તેમ વિષમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org