________________
૨૪
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૮-૯ શિલ્પીથી નિર્મિત છે, પરંતુ તત્ત્વથી નથી પરમાર્થથી તે ભોગસુખ અને ધર્માનુષ્ઠાન નથી.” (યોગબિંદુ શ્લોક-૧૮૯) in૮L ભાવાર્થ :શાંત-ઉદાત્ત પ્રકૃતિવાળા જીવોનાં ધર્માનુષ્ઠાનો કલ્યાણનાં કારણ, અન્યનાં નહીં તેની યુક્તિ :
વાસ્યાયને કહેલા ભોગોના અંગરૂપ રૂપ, વય, ધન આદિ ન હોય તેવા જીવો જે ભોગો કરે છે તે તાત્વિક નથી; કેમ કે હું સુખી છું' એવા પ્રકારના અધ્યવસાયનો અભાવ છે. વળી ભોગસામગ્રી અધૂરી હોવાને કારણે તેઓની ઇચ્છા પુરાતી નથી. તેથી મારી બધી ઇચ્છાઓ પુરાય છે માટે હું સુખી છું એ પ્રકારનો પરિણામ ઉસ્થિત થતો નથી, માટે ભોગના અંગવિકલવાળા જીવોના ભોગો જેમ પારમાર્થિક નથી, એ પ્રમાણે જે જીવોની પ્રકૃતિ શાંત-ઉદાત્ત થઈ નથી, તે જીવો પૂર્વસેવાના અંગભૂત ગુર્વાદિપૂજન કરે તે ક્રિયા વિપર્યાસરૂપ છે, પરંતુ તાત્ત્વિક નથી; કેમ કે તે ક્રિયાઓથી ઉપશમના સુખનો પ્રવાહ પ્રગટ થતો નથી.
આશય એ છે કે ભોગસામગ્રીથી યુક્ત જીવો ભોગ કરે છે ત્યારે હું સુખી છું' એ પ્રકારનો માનસિક આનંદ ઉત્પન્ન થાય છે. તેમ જે જીવોની શાંત પ્રકૃતિ છે અને ઉચ્ચ ઉચ્ચતર ભૂમિકામાં જવા માટેની મનોવૃત્તિ છે, તેવા જીવો ગુર્વાદિપૂજન કરે તેનાથી શાંતરસ ઉત્પન્ન થાય છે, જેથી તેઓની ગુર્વાદિપૂજનરૂપ ક્રિયા કષાયોના વિગમન દ્વારા અંતઃસુખને ઉત્પન્ન કરે છે; પરંતુ જેમનું ચિત્ત ક્રિયાઓમાંથી ઉપશમ ઉત્પન્ન કરી શકે તેવું શાંત નથી, અને તેથી ઉપર ઉપરના શાંતરસને પ્રગટ કરવા માટે ચિત્ત ઉલ્લસિત થયું નથી, તેવા જીવો ગુર્વાદિપૂજનરૂપ ક્રિયાઓ કરે તો તે ક્રિયાઓથી તેમને કોઈ સુખ થતું નથી; માત્ર “મેં આ ક્રિયાઓ કરી છે તેવા વિકલ્પવાળી તે ક્રિયાઓ થાય છે, પરંતુ મોક્ષને અનુકૂળ ભાવ ઉત્પન્ન કરવા માટે સમર્થ એવી તે ગુર્નાદિપૂજનની ક્રિયા થતી નથી, માટે તે ક્રિયા વિપર્યાસથી જનિત છે. IIkI અવતરણિકા -
શ્લોક-૭માં કહ્યું કે ભાવિભદ્રક પ્રકૃતિને કારણે શાંત-ઉદાત્ત થયેલ જીવ શુભ ચિત્તનો આશ્રય છે, અને શાંત-ઉદાત્તભાવથી રહિત જીવોની ક્રિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org