________________
અપુનબંધકદ્વાત્રિશિકા/સંકલના તેથી અપુનબંધક જીવોનું ધર્માનુષ્ઠાન પણ પૂર્ણ શુદ્ધિવાળું નહીં હોવાથી ઉત્તરોત્તર વૃદ્ધિનું નિયમનું કારણ બને તેવો નિયમ નથી, આમ છતાં કંઈક માર્ગાનુસારી પ્રજ્ઞા હોવાથી અને ભવથી કંઈક વિમુખ થયેલા હોવાને કારણે તેઓનું માત્ર વિષયશુદ્ધ અનુષ્ઠાન પણ ઉચિત જન્મની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ બને છે;
અને જે અપુનબંધક જીવો વિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન સેવે છે, તેમાં પણ પૂર્ણ વિવેક નહીં હોવાથી એકાંત સાનુબંધ યોગની પ્રાપ્તિનું કારણ બને તેવું તેઓનું અનુષ્ઠાન થતું નથી, આમ છતાં કંઈક તત્ત્વને અભિમુખ ભાવ હોવાથી ક્રમે કરીને યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ પણ બને છે. અપુનબંધક અને સમ્યગ્દષ્ટિના અનુષ્ઠાન અંગે દ્વાચિંશિકામાં કરેલ કથનો :
અપુનબંધકના “વિષયશુદ્ધ અનુષ્ઠાન'ને “સાવદ્ય અનુષ્ઠાન” કહીને તેની નિંદા પણ કરી છે અને ઉચિત જન્મની પ્રાપ્તિનું કારણ” કહીને તેની પ્રશંસા પણ કરી છે. વળી તેના સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનને સાનુવૃત્તિ દોષવાળું કહીને અને “કુત્સિત રાજાથી અધિષ્ઠિત નગરના કિલ્લા જેવું' કહીને તેની નિંદા કરી, અને “પ્રધાનદ્રવ્યયોગ છે અને મુખ્ય પૂર્વસેવા છે” તેથી યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ છે' એમ કહીને પ્રશંસા પણ કરી.
અને સમ્યગ્દષ્ટિનું અનુષ્ઠાન પૂર્ણ વિવેકથી યુક્ત હોવાને કારણે લેશ પણ તેની નિંદા કરી નથી, પરંતુ “એકાંતે કલ્યાણનું કારણ છે અને સાનુબંધ ગુણવૃદ્ધિનું કારણ છે' તેમ કહીને સમ્યગ્દષ્ટિના અનુષ્ઠાનની એકાંતે પ્રશંસા કરી છે. વળી “ગૃહની આદ્યભૂમિકા' જેવું કહીને પણ સમ્યગ્દષ્ટિનું અનુષ્ઠાન અત્યંત વિવેકયુક્ત છે તેમ બતાવેલ છે. જેમ કોઈક પુરુષ મકાનના પાયાને મજબૂત કરીને ઉપરનું ચણતર કરે તો તેની વિવેકમૂલક પ્રવૃત્તિ છે તેમ કહેવાય છે, તેમ સમ્યગ્દષ્ટિ જીવ પણ પોતાની ભૂમિકાને અનુરૂપ અનુષ્ઠાન સેવીને ઉત્તરની ભૂમિકાની પ્રાપ્તિમાં પ્રતિબંધક દોષોનો નાશ કરે છે; અને જેમ જેમ ઉત્તરની ભૂમિકાની પ્રાપ્તિના પ્રતિબંધક દોષોનો નાશ થાય છે, તેમ તેમ ઉત્તર ઉત્તરની ભૂમિકાનાં અનુષ્ઠાનોનો સ્વીકાર કરે છે, જેથી નાશ પામેલા દોષોનું ફરી આગમન થતું નથી. તેથી જેમ ઘરનો પાયો મજબૂત હોય તો તે ઘર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org