________________
અપુનઃબંધક દ્વાત્રિંશિકા/સંકલના મોક્ષમાં બળવાન અભિલાષાવાળા હોવાના કા૨ણે પોતાની શક્તિને અનુરૂપ અપ્રમાદભાવથી સર્વ ઉચિત ક્રિયા કરનારા હોય છે, તેથી પોતાની શક્તિ અનુસાર શુશ્રુષાદિ ક્રિયા કરનારા હોય છે ત્યારે પણ યોગમાર્ગ વર્તે છે, અને જ્યારે કુટુંબાદિ વ્યાપાર કરે છે, ત્યારે પણ મોક્ષનું વિસ્મરણ થાય તે રીતે પ્રવૃત્તિ કરતા નથી; પરંતુ મોક્ષને અનુકૂળ શક્તિસંચય થાય અને મોક્ષને અનુકૂળ પોતાની શક્તિનો નાશ ન થાય તે રીતે કુટુંબાદિ વ્યાપાર કરે છે, માટે સંસારની પ્રવૃત્તિ કરતાં પણ તેઓનો યોગમાર્ગ હણાતો નથી અર્થાત્ સમ્યગ્દષ્ટિને સાર્વદિક યોગ હોય છે.
સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ કેમ છે ? તે સ્પષ્ટ કરવા માટે શ્લોક-૧૯માં બતાવ્યું કે (૧) સમ્યગ્દષ્ટિ જીવો દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા હોય છે, તેથી જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે શાસ્ત્રવચનનું સમાલોચન કરીને કરે છે. વળી (૨) સમ્યગ્દષ્ટિ જીવો વિષયાદિ ત્રણે પ્રકારની શુદ્ધિથી અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે, અને
(૩) સમ્યગ્દષ્ટિ જીવો જે અનુષ્ઠાનમાં પોતાની શક્તિ હોય તેનો નિર્ણય કરીને, આત્માદિ ત્રણ પ્રત્યયો દ્વારા આ અનુષ્ઠાન સ્વકૃતિસાધ્ય છે કે નહીં ? ઇત્યાદિનો અભ્રાંત નિર્ણય કરીને પ્રવૃત્તિ કરે છે, તેથી તેઓનું અનુષ્ઠાન ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે તેવું છે, આથી સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ છે.
આનાથી એ ફલિત થાય કે ગુરુલાઘવનું આલોચન કરીને ત્રણે પ્રકારની શુદ્ધિવાળું અનુષ્ઠાન સમ્યગ્દષ્ટિ જીવો શાસ્ત્રમતિથી કરે છે, તેથી પોતાને જે અનુષ્ઠાન કર્તવ્ય જણાય તેનો પણ આત્માદિ ત્રણે પ્રત્યય દ્વારા યથાર્થ નિર્ણય કરીને પ્રવૃત્તિ કરે છે, તેથી તે અનુષ્ઠાન અવશ્ય ઉત્તરના અનુષ્ઠાનનું કારણ બને છે, પરંતુ ક્યારેય પણ પાતનું કારણ બનતું નથી.
અપુનબંધક જીવોનું અનુષ્ઠાન :
અપુનર્બંધક જીવો મોક્ષના અર્થી હોવા છતાં પણ વિષયશુદ્ધ કે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન સેવનારા હોય છે; પરંતુ સમ્યગ્દષ્ટિ જીવોની જેમ વિષયદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ એવું ત્રણે શુદ્ધિથી પૂર્ણ શુદ્ધ અનુષ્ઠાન સેવનારા હોતા નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org