________________
અપુનબંધકદ્વાચિંશિકા/સંકલના
‘દ્વાચિંશદ્વાત્રિશિકા' ગ્રંથની ૧૪મી “અપુનબંધકદ્વાચિંશિકા' ના પદાર્થોની સંકલના
છે
યોગમાર્ગની આધ ભૂમિકાના અધિકારી અપુનબંધક જીવનું સ્વરૂપ :
મુક્તિઅષપ્રાધાન્યદ્વાત્રિશિકા'-૧૩માં કહ્યું કે મુક્તિઅદ્વેષના ક્રમથી યોગમાર્ગના અધિકારીપણાની પ્રાપ્તિ થાય છે, તેથી અપુનબંધકદ્વાáિશિકામાં યોગમાર્ગની આદ્ય ભૂમિકાના અધિકારી એવા અપુનબંધક જીવનું સ્વરૂપ બતાવે છે. અપુનર્ભધક અવસ્થાની પ્રાપ્તિ ક્યારે ?
ભવાભિનંદીપણાના ક્ષુદ્રાદિ દોષો જવાથી અને તેના વિરોધી ઔદાર્ય, દાક્ષિણ્યાદિ ગુણો પ્રગટ થવાથી જીવ અપુનબંધક બને છે, અને આવા અપુનબંધક જીવો યોગસામગ્રી મળતાં બીજના ચંદ્રની જેમ, પ્રવર્ધમાન ગુણોવાળા બને છે.
યોગમાર્ગનો પ્રારંભ સમ્યગ્દષ્ટિથી થાય છે અને તેની પૂર્વસેવા અપુનબંધકથી થાય છે. તેથી અપુનબંધક જીવને મુખ્ય પૂર્વસેવા છે, એમ શાસ્ત્રકારો કહે છે, અને માર્ગપતિત અને માર્ગાભિમુખ એ બે અપુનબંધકની અવસ્થાવિશેષ છે.
આનાથી એ ફલિત થાય કે જીવ અપુનબંધક થયા પછી ગુણોની વૃદ્ધિ કરે તો ક્રમસર માર્ગાભિમુખ બને છે અને પછી માર્ગપતિત બને છે, અને પછી ક્રમે કરીને સમ્યગ્દષ્ટિ બને છે. તેથી અપુનબંધક જીવની (૧) અપુનબંધક અવસ્થા, (૨) માર્માભિમુખ અવસ્થા અને (૩) માર્ગપતિત અવસ્થા, એ ત્રણે અવસ્થાઓમાં મુખ્ય પૂર્વસેવા હોય છે, જે પૂર્વસેવા યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ છે.
કેટલાક આચાર્યો માર્ગપતિત અને માર્ગાભિમુખ અવસ્થાને અપુનબંધકથી પૂર્વની અવસ્થારૂપે પણ સ્વીકારે છે. અપુનર્બધક અને સકુબંધકની પૂર્વસેવામાં તફાવત :
સકૃબંધકાદિમાં ઉપચારથી પૂર્વસેવા હોય છે, કેમ કે તેઓમાં ઉત્કટ ભાવમળ. છે. આનાથી એ ફલિત થાય કે સબંધકાદિ જીવો ગુર્વાદિપૂજન કરતા હોય તોપણ તેઓની એ પ્રવૃત્તિ યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ નથી, અર્થાત્ અપુનબંધકની આચરણા સદશ આચરણા હોવાથી પૂર્વસેવા કહેવાય છે, વસ્તુતઃ પૂર્વસેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org