________________
૧૦૦
અપુનર્બધકદ્વાચિંશિકા/શ્લોક-૨૭-૨૮ છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવોને સર્વવિરતિ પ્રત્યે બળવાન ઇચ્છા હોવા છતાં પોતાનું સર્વવિરતિ સ્વીકારવાનું સામર્થ્ય ન દેખાય તો દેશવિરતિ પણ સ્વીકારે, દેશવિરતિ સ્વીકારવાનું પણ સામર્થ્ય ન દેખાય તો અવિરતિકાળમાં પોતાની શક્તિ પ્રમાણે જે શક્ય હોય તેવા ભગવદ્ભક્તિ આદિ અનુષ્ઠાનને પણ દૃઢ યત્નપૂર્વક સેવે, અને તેના દ્વારા ઉત્તરના ગુણસ્થાનકની શક્તિનો સંચય કરે છે. કદાચ ઉત્તરના ગુણસ્થાનકનાં પ્રતિબંધક કર્મો નિકાચિત હોય તો આ ભવમાં ઉત્તરનું ગુણસ્થાનક ન પણ સ્વીકારે, તોપણ તેઓની સ્વભૂમિકા અનુસાર કરાતી ધર્માનુષ્ઠાનની પ્રવૃત્તિ ઉત્તરના ધર્માનુષ્ઠાનનાં પ્રતિબંધક કર્મોના નાશ દ્વારા ઉત્તરના ધર્માનુષ્ઠાનની પ્રાપ્તિનું કારણ બનશે, અને વિવેકપૂર્વકની તેઓની ધર્માનુષ્ઠાનની પ્રવૃત્તિ હોવાથી અવંધ્ય મોક્ષનું બીજ બને છે. ll૨૭ અવતરણિકા -
શ્લોક-૧૯ અને શ્લોક-૨૭થી બતાવ્યું કે સમ્યગ્દષ્ટિ જીવો પોતાની ભૂમિકાનું પર્યાલોચન કરીને ત્રણ પ્રકારના પ્રત્યયથી ઉત્તરની ભૂમિકા સ્વીકારે છે, તેથી શ્લોક-૧૯માં બતાવ્યું તે પ્રમાણે સમ્યગ્દષ્ટિ જીવોને ભાવથી યોગ છે. હવે જેઓ ત્રણ પ્રકારના પ્રત્યય વગર ગુણસ્થાનકને સ્વીકારે છે, તેઓનું સ્વીકારાયેલ ગુણસ્થાનક ગુણવૃદ્ધિનું કારણ નથી, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
सिद्धिः सिद्धयनुबद्धैव न पातमनुबध्नती ।
हाठिकानामपि ह्येषा नात्मादिप्रत्ययं विना ।।२८।। અન્વયાર્ચ -
સિદ્ધયનુવવ=સિદ્ધિના અનુબંધવાળી જ સિદ્ધિ સિદ્ધિ છે, પાત—પાતના ૩નુવનતી ન–અનુબંધવાળી નહીં. માત્માદ્દિપ્રયં વિના આત્માદિ પ્રત્યય વિના =આ સિદ્ધિ, વિવાનામપિ હાઠિકોને પણ=પ્રયત્નથી અસાધ્ય શું છે ? તેવી મતિવાળા અને દુષ્કર અનુષ્ઠાન ગ્રહણ કરવા માટે તત્પર થયેલા એવા હાઠિકોને પણ ન=નથી હિજ ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org