________________
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૭ માટે તેની યોગ્યતા ન જણાય તો ગુરુ તે અનુષ્ઠાન સ્વીકારવાની ના પાડે તો વિવેકી એવો તે કાળક્ષેપ કરે. (૩) આવા જીવો ઉત્સાહિત થઈને ગુરુને પૂછીને ગુણસ્થાનક સ્વીકારવાને અભિમુખ પરિણામવાળા થાય ત્યારે કુદરતી રીતે તેમના પુણ્યના ઉદયથી નંદી-તૂરાદિ સાંભળવા મળે છે, જેથી તેમને વિશ્વાસ થાય છે કે “આ નંદી-તૂરાદિ લિંગો પણ મારા સાધ્યની સિદ્ધિનાં સૂચક છે.' માટે ઉત્સાહિત થઈને અપ્રમાદભાવથી ગુણસ્થાનક સ્વીકારે છે. વળી માર્ગાનુસારી બોધ અને ઉચિત પ્રવૃત્તિપૂર્વક આવા યોગીઓ જે ગુણસ્થાનક સ્વીકારે તે ગુણસ્થાનક તત્કાળ પરિણમન પામે છે, અને સ્વીકારાયેલું ગુણસ્થાનક પુનઃ પુનઃ સેવીને સુઅભ્યસ્ત થાય ત્યારે આવા યોગીઓ ઉત્તરની ભૂમિકાના અનુષ્ઠાનને સેવવાના અભિલાષવાળા બને છે; અને તે અનુષ્ઠાન પણ ગુરુ આદિ ત્રણ પ્રત્યયપૂર્વક સ્વીકારે છે, જેથી ક્રમે કરીને ઉત્તર ઉત્તરની ભૂમિકાને પામીને અસંગઅનુષ્ઠાનની પ્રાપ્તિ કરે છે, યાવત્ વીતરાગ સર્વજ્ઞ બને છે.
સામાન્ય રીતે જીવો ધર્મવૃત્તિવાળા બને અને સંસારનું સ્વરૂપ જાણે ત્યારે આત્મકલ્યાણ માટે સર્વવિરતિ ગ્રહણ કરવી જોઈએ તેવી બુદ્ધિવાળા બને છે; પરંતુ પોતાની ભૂમિકા પ્રમાણે કર્યું અનુષ્ઠાન ઉચિત છે અને “મારી કૃતિથી સાધ્ય આ અનુષ્ઠાન છે કે નહીં ?' તેનો વિચાર કરતા નથી. તેવા જીવોને હું સર્વવિરતિ સેવી શકીશ' તેવો વિશ્વાસ પણ થાય, અને ગુરુ પણ મુગ્ધ હોય તો છકાયના પાપમાંથી બચવા માટે સર્વવિરતિ તારે ગ્રહણ કરવી જોઈએ' તેમ ઉપદેશ આપે, અને વ્રત ગ્રહણ કરતી વખતે ઉચિત વાજિંત્રો વગાડીને આવા જીવો વ્રત પણ ગ્રહણ કરે; આમ છતાં વ્રત સ્વીકાર્યા પછી આવા જીવોને ઘણી વાર ઉત્સાહનો ભંગ અને સ્વીકારાયેલા ગુણસ્થાનકની ભાવથી અપ્રાપ્તિ પણ થાય, અને પૂર્વમાં સેવાતા અનુષ્ઠાનનો ત્યાગ થતો હોવાથી તે ભૂમિકાનો પણ નાશ થાય છે, તેથી વિચાર્યા વિના માત્ર પોતાને સર્વવિરતિ ગ્રહણ કરવાનો અભિલાષ થાય, મુગ્ધ ગુરુ તેને ગ્રહણ કરવાનું કહે અને સંયોગથી ઊભાં કરાયેલાં સિદ્ધિસૂચક લિંગો પણ પ્રાપ્ત થાય, તોપણ સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી.
પરંતુ સમ્યગ્દષ્ટિ જીવો આમ કરતા નથી, તેઓ શાસ્ત્રસજ્ઞાવાળા હોય છે અને શાસ્ત્રમતિ પ્રમાણે સ્વશક્તિ આદિનું સમાલોચન કરીને સદનુષ્ઠાન સ્વીકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org