________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૩૧-૩૨ અહીં વિશેષ એ છે કે યોગની પહેલી દૃષ્ટિમાં મુક્તિઅદ્વેષ પ્રગટે છે, અને યોગની બીજી દૃષ્ટિમાં અલ્પ માત્રામાં મુક્તિનો રાગ થાય છે, જે મૃદુ સંવેગ છે, યોગની ત્રીજી-ચોથી દૃષ્ટિમાં કે ગ્રંથિભેદકાળમાં મધ્યમ સંવેગ છે, અને સમ્યકત્વના પ્રાપ્તિકાળમાં ઉત્કૃષ્ટ સંવેગ છે; અને ઉત્કૃષ્ટ સંવેગવાળા એવા સમ્યગ્દષ્ટિ જીવો પણ બલવાન ચારિત્રમોહનીય હોય તો અવિરતિના ઉદયને ધરાવે છે. તેથી સ્વસંયોગો અનુસાર અને સ્વશક્તિ અનુસાર સલ્લાસ્ત્રોનું અધ્યયન અને દેવ-ગુરુની ભક્તિ કરે છે, છતાં અવિરતિવાળા હોવાથી તેઓ મૃદુ ઉપાય સેવનારા છે. અને જેઓનું ચારિત્રમોહનીય કાંઈક શિથિલ છે, અને જેઓ દેશવિરતિના અભ્યાસ દ્વારા સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે, અથવા સર્વવિરતીવાળા હોવા છતાં અપ્રમાદથી ઉદ્યમ કરી શકતા નથી. તેઓ મધ્યમ ઉપાય સેવનારા છે, અને જેઓનું ચારિત્રમોહનીય શિથિલ છે, અને જેઓ સર્વ પરાક્રમ ફોરવીને મોહના ઉન્મેલન માટે ઉદ્યમ કરનારા છે, તેઓ ઉત્કૃષ્ટ ઉપાય સેવનારા અને ઉત્કૃષ્ટ સંવેગવાળા શ્રેષ્ઠ યોગીઓ છે.
આનાથી એ ફલિત થાય કે શાસ્ત્રમાં નવ પ્રકારના યોગીઓ કહ્યા છે, તે પ્રકારના વચનના બળથી મુક્તિના ઉપાયના રાગમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદ પડે છે અર્થાત્ જઘન્ય રાગ એટલે મૃદુ સંવેગ, મધ્યમ રાગ એટલે મધ્યમ સંવેગ અને ઉત્કૃષ્ટ રાગ એટલે અધિસંવેગ; એમ ત્રણ ભેદ પડે છે. તેથી રાગ એક ભેદવાળો નથી, જ્યારે મુક્તિઅષના ભેદ નથી. માટે મુક્તિઅદ્વેષ એ જ મુક્તિરાગ છે, એમ જે પૂર્વપક્ષી કહે છે, તે વચન યુક્ત નથી. II૩૧ અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે મુક્તિઅદ્વેષ જ મુક્તિરાગ નથી. કેમ મુક્તિઅદ્વેષ મુક્તિરાગ નથી ? તેને જ સ્પષ્ટ કરવા અર્થે અન્ય યુક્તિ આપે છે – શ્લોક :
द्वेषस्याभावरूपत्वादद्वेषश्चैक एव हि ।। रागात् क्षिप्रं क्रमाच्चातः परमानन्दसम्भवः ।।३२।।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org