________________
૭૦
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૯-૩૦ ટીકાર્ય :
પુરુષસ્ય ... સાત: L પ્રકૃતિના વિકારોને જોવાની પુરુષની ઈચ્છા દિદક્ષા છે. તે જ=દિક્ષા જ, આ છે કર્મબંધની યોગ્યતા છે, એ પ્રકારે સાંખ્યદર્શનકારો કહે છે. ભવનું બીજ છે, એ પ્રકારે શેવદર્શનકારો કહે છે.
અવિદ્યા એ પ્રમાણે વેદાન્તીઓ કહે છે. અનાદિ વાસના એ પ્રમાણે બૌદ્ધ દર્શનકારો કહે છે. જરા ભાવાર્થ -
સાંખ્યદર્શનકારો પુરુષ અને પ્રકૃતિ એમ બે તત્ત્વો માને છે, અને પ્રકૃતિના વિકારરૂપ આ દૃષ્ટ જગત છે અને પ્રકૃતિના વિકારને જોવાની જે પુરુષની ઇચ્છા છે તે દિક્ષા છે અને આ દિદક્ષાના કારણે જ પુરુષનો આ સંસાર નિષ્પન્ન થયેલો છે એમ સાંખ્યદર્શન સ્વીકારે છે. તેથી જૈન દર્શનકારો જે યોગકષાયરૂપ કર્મબંધની યોગ્યતાને સ્વીકારે છે, તેને જ સાંખ્ય દર્શનકારો દિક્ષા શબ્દથી કહે છે. વળી, શૈવ દર્શનકારો તેને જ ભવબીજ કહે છે. તેથી એ ફલિત થાય કે જે ભવની પ્રાપ્તિનું કારણ છે, તે ભવબીજ છે, અને તે ભવબીજ એટલે કર્મબંધની યોગ્યતા.
વળી, વેદાન્ત દર્શનકારો તેને અવિદ્યા કહે છે અર્થાત્ જીવને પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે, અને આ અજ્ઞાનને કારણે જ જીવ કર્મ બાંધે છે. માટે કર્મબંધની યોગ્યતાને જ વેદાન્તીઓ અવિદ્યા શબ્દથી કહે છે.
વળી, બૌદ્ધ દર્શનકારો કર્મબંધની યોગ્યતાને અનાદિની વાસના કહે છે; કેમ કે બૌદ્ધ દર્શનકારોના મતે અનાદિની વાસનાથી સંસાર છે, અને તે વાસનાના ઉચ્છેદથી સંસારનો ઉચ્છેદ છે. ll૨૯માં અવતરણિકા -
શ્લોક-૨૬માં કહ્યું કે સહજમલના અભ્યપણાને કારણે ભવનો અનુત્કટ રાગ થાય છે અને ભાવના અનુત્કટ રાગના કારણે મુક્તિનો અદ્વેષ પ્રગટે છે. ત્યારપછી સહજમલ શું છે, તે શ્લોક-૨૭માં બતાવ્યું. હવે તે સહજમલ કઈ રીતે પ્રતિ પુદ્ગલપરાવર્તમાં ઘટે છે ? જેથી યોગમાર્ગની પ્રાપ્તિના બીજભૂત મુક્તિઅદ્વેષ પ્રગટે છે ? તે બતાવવા અર્થે કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org