________________
પૂર્વસેવાદ્વાચિંશિકાશ્લોક-૨૬
પપ હોવાને કારણે તેના દ્વેષનો અભાવ=મોક્ષના દ્વેષનો અભાવ, થાય છે. એ પ્રકારનો અર્થ છે. ૨૬ ભાવાર્થ :
યોગમાર્ગની પ્રવૃત્તિ કરતાં પૂર્વે ચાર પ્રકારની પૂર્વસેવા કરાય છે અને તે પૂર્વસેવારૂપે મુક્તિઅદ્વેષ છે. તે મુક્તિઅદ્દેષ બતાવવા માટે ગ્રંથકારે શ્લોક૨૨થી ૨૫ સુધી મુક્તિષનું સ્વરૂપ બતાવ્યું. તે મુક્તિનો દ્વેષ જીવ માટે અત્યંત અનર્થકારી છે; કેમ કે મુક્તિદ્વેષને કારણે જીવો ઘણા સમય સુધી સંસારમાં ભટકે છે, અને સંસારમાં પણ ઘણા ખરાબ ભવોની પ્રાપ્તિ કરે છે. વળી, કોઈક યોગ્ય જીવોને મુક્તિનો અદ્દેષ પ્રગટે છે.
અહીં પ્રશ્ન થાય કે યોગ્ય જીવોને મુક્તિનો અદ્વેષ શેનાથી પ્રગટે છે ? તેથી કહે છે –
ભવના અનુત્કટ રાગને કારણે જીવોને મુક્તિનો અદ્દેષ પ્રગટે છે અર્થાત્ ભવના કારણભૂત એવા જે ભોગો તેના પ્રત્યેનો રાગ હોવા છતાં ઉત્કટ રાગનો અભાવ છે, તેથી મુક્તિનો અદ્દેષ પ્રગટે છે.
અહીં પ્રશ્ન થાય છે ભવ પ્રત્યે ઉત્કટ રાગનો અભાવ કેમ થયો? તેથી કહે છે –
જીવમાં અનાદિકાળથી સહજમલ વર્તે છે. તે મલ અલ્પ થવાને કારણે ભવના ઉત્કટ રાગનો અભાવ થાય છે અને તેથી યોગ્ય જીવોને મુક્તિનો અદ્વેષ પ્રગટે છે.
સર્વ કથનનો ફલિતાર્થ બતાવતાં કહે છે –
પૂર્વભૂમિકાવાળા જીવોમાં મોક્ષનો રાગ પેદા થાય તેવા ગુણો પ્રગટ્યા નથી, તેથી મોક્ષ પ્રત્યે રાગ થતો નથી, તોપણ મોક્ષ પ્રત્યેના દ્વેષના કારણભૂત એવા ગાઢતર મિથ્યાત્વદોષનો અભાવ હોવાને કારણે મુક્તિ પ્રત્યે દ્વેષ થતો નથી.
આશય એ છે કે જેઓને કંઈક સહજમલ ઓછો થયો છે, તેઓને મુક્તિ પ્રત્યે દ્વેષ થતો નથી, અને જેઓને વિશેષ પ્રકારનો સહજમલ ઘટ્યો નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org