________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૪
શ્લોકાર્થ :
જેમાં=જે મોક્ષમાં, યૌવનના મદથી વિહ્વલ એવી સ્ત્રી નથી, જડ= જડપુરુષ, તેને=સ્ત્રી વગરના સ્થાનને, મોક્ષ કહે છે. પ્રિયા તે છે=પ્રિયા મોક્ષ છે, એ પ્રમાણે અમારો મત છે. II૨૪ના
ટીકા :
વિરાક્ષીતિ-નોવ્હાલાપોયમ્ ।।૨૪।।
ટીકાર્ય :
મવિરાક્ષીતિ-નોાલાપોડયમ્ ।। આ=શ્લોકમાં કહ્યું એ લોકનો આલાપ છે=મુક્તિ પ્રત્યેના દ્વેષવાળા એવા લોકોનું વચન છે. ||૨૪||
ભાવાર્થ :
ભોગના પ્રધાન સાધનરૂપે સ્ત્રીને જોનારા જીવો સ્ત્રી વગરના મોક્ષ પ્રત્યે દ્વેષ ધરાવે છે. તેથી તેવા મોક્ષને અસાર કહે છે અને પ્રિયાને જ મોક્ષ કહે છે. આ વચનથી અર્થથી ભોગસામગ્રીથી યુક્ત એવો મોક્ષ તેઓને પ્રિય છે.
જેમ સંસારી જીવને રહેવાનું ઉત્તમ સ્થાન હોય, ઉત્તમ ભોગસામગ્રીયુક્ત મનુષ્ય ભવ હોય, તો તે મનુષ્યભવ સુંદર દેખાય છે; અને આ ભોગસામગ્રી ન હોય અને રહેવાનું કોઈ સ્થાન ન હોય તો સંપત્તિ અને ભોગસામગ્રી રહિત એવો મનુષ્ય ભવ અસાર દેખાય છે; તેમ મોક્ષ તેના જેવો છે તેમ માનીને કેટલાક જીવો મોક્ષ પ્રત્યે દ્વેષ કરે છે.
૫૧
વસ્તુતઃ ભોગસામગ્રી આદિની અપેક્ષા દેહધારીને થાય છે. જેને દેહ નથી, કર્મ નથી, કેવળ શુદ્ધ આત્મદ્રવ્ય છે, તેવો મોક્ષવર્તી જીવ પોતાની ગુણસંપત્તિથી જ સુખનો અનુભવ કરે છે. પરંતુ ભોગ પ્રત્યેના અત્યંત આકર્ષણને કારણે આત્માની સ્વસ્થતાના સુખની લેશ પણ કલ્પના જેઓ કરી શકતા નથી, માત્ર ભોગસામગ્રીમાં જ સુખની કલ્પના કરી શકે છે, તેવા જીવોને મોક્ષનું વર્ણન સાંભળવા મળે ત્યારે મોક્ષ પ્રત્યે દ્વેષ થાય છે, અને જ્યારે મોક્ષનું વર્ણન સાંભળવાનો પ્રસંગ ન હોય ત્યારે ભોગસામગ્રી પ્રત્યે ગાઢ રાગ વર્તે છે. તેથી તેવા જીવો ભોગ પ્રત્યેના ગાઢ રાગથી ક્લિષ્ટ અધ્યવસાયવાળા બને છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org