________________
પ૦
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪ સુખ છે. આમ છતાં દઢ અજ્ઞાનના કારણે સંસારી જીવોને વિષયોના સુખમાં ઉત્કટ ઇચ્છા થાય છે.
તેથી એ ફલિત થયું કે દૃઢ અજ્ઞાનને કારણે મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થઈ, અને દૃઢ અજ્ઞાનને કારણે વિષયસુખમાં ઉત્કટ ઇચ્છા થઈ, અને વિષયસુખની ઉત્કટ ઇચ્છાને કારણે વિષયસુખ વગરના મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થઈ.
અહીં વિશેષ એ છે કે સમ્યગ્દષ્ટિને પણ વિષયસુખની ઇચ્છા થાય છે, પરંતુ સમ્યગુબોધ હોવાને કારણે વિષયસુખની ઉત્કટ ઇચ્છા થતી નથી. જેમ ખણજના રોગીને ખણવાની ઇચ્છા થાય છે, તોપણ સમ્યગુબોધ હોવાને કારણે આરોગ્યની ઇચ્છા જેવી ઉત્કટ ઇચ્છા ખણજમાં થતી નથી. જ્યારે ભવાભિનંદી જીવોમાં દઢ અજ્ઞાન હોવાને કારણે વિષયસુખમાં ઉત્કટ ઇચ્છા થાય છે, અને ભાવઆરોગ્યરૂપ મોક્ષમાં ઇચ્છા તો થતી નથી, પરંતુ દઢ અજ્ઞાનને કારણે અનિષ્ટની બુદ્ધિ થાય છે. તેથી મોક્ષમાં દ્વેષ થાય છે. ર૩ અવતરણિકા :
શ્લોક-૨૩ના ઉત્તરાર્ધમાં કહ્યું કે લોકમાં અને શાસ્ત્રમાં પણ અસુંદર એવા મુક્તિના દ્વેષતા આલાપો સંભળાય છે. તેથી શ્લોક-૨૪માં લોકમાં સંભળાતા મુક્તિદ્વેષના આલાપો અને શ્લોક-૨પમાં શાસ્ત્રમાં સંભળાતા મુક્તિદ્વેષતા આલાપો બતાવે છે – શ્લોક :
मदिराक्षी न यत्रास्ति तारुण्यमदविह्वला ।
जडस्तं मोक्षमाचष्टे प्रिया स इति नो मतम् ।।२४।। અન્વયાર્થ –
વત્ર=જેમાં જે મોક્ષમાં, તાવમવિદ્વત્તા વિરાક્ષી યૌવનના મદથી વિવલ એવી સ્ત્રી ને ગતિ નથી, ન =જડપુરુષ, તંત્રત=સ્ત્રી વગરના સ્થાનને, મોક્ષzમોક્ષ માટે કહે છે. પ્રિયા સતિ નો મત—પ્રિયા મોક્ષ છે, એ પ્રમાણે અમારો મત છે. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org