________________
૪૨
પૂર્વસેવાદ્વાચિંશિકા/બ્લોક-૨૦ ભાવાર્થ :
આદિધાર્મિક જીવો પોતાના બોધ અનુસાર સંસારનું સ્વરૂપ વિચારનાર હોય છે, અને આ સંસાર અનંત મૃત્યુની પરંપરાવાળો છે તેવું જણાવાથી મૃત્યુના નાશના અર્થી બને છે. તેથી તેઓ યોગીઓને મૃત્યુના નાશનો ઉપાય પૂછે ત્યારે તપપ્રધાન એવા મુનિઓ તેઓને મૃત્યુના જયના ઉપાથરૂપે માસક્ષમણ તપ બતાવે છે, જે તમને મુનિઓ મૃત્યુઘ્ન નામનું તપ કહે છે. અર્થાત્ મૃત્યુની પરંપરાના નાશને અર્થાત્ જ્યાં મૃત્યુની પરંપરા છે એવા સંસારના નાશને કરનારું આ તપ છે, એમ કહે છે; અને તે તપ આલોક-પરલોકની આશંસાના પરિહારથી, અને ફરી સંસારમાં મૃત્યુ ન થાય એવા એક માત્ર મોક્ષની આશંસાથી કરવાનું કહે છે; અને તેની વિધિ આ પ્રમાણે બતાવે છે : સ્વશક્તિ અનુસાર કષાયનો નિરોધ, બ્રહ્મચર્યનું પાલન, વીતરાગની પૂજા, પાપની શુદ્ધિ અર્થે પ્રતિક્રમણ આદિ અનુષ્ઠાન કરવાનું કહે છે. વળી, તે મૃત્યુદ્ધ તપ મૃત્યુંજય એવા જપથી મુક્ત કરવાનું બતાવે છે અર્થાત્ જેઓએ મૃત્યુનો જય કર્યો છે, એવા પંચપરમેષ્ઠિના નમસ્કારથી યુક્ત કરવાનું બતાવે છે.
વળી તપ કરનારા જીવોની યોગ્યતા અનુસાર તેમને બતાવે છે કે સિદ્ધના આત્માઓ સર્વકર્મરહિત છે, તેથી મૃત્યુને જીતેલા છે અને અરિહંતો ભાવથી સંગ વગરના છે અને વીતરાગ છે. તેથી સંગના પરિણામને કારણે જે કર્મ બંધાતાં હતાં, તેનો બંધ તેઓને નથી. તેથી તેઓનું આ ભવનું મૃત્યુ ચરમ મૃત્યુ છે, તેથી તીર્થકરો પણ મૃત્યુના જયને પામેલા છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ મૃત્યુના જય અર્થે સર્વ ઉદ્યમથી સંગનો ત્યાગ કરીને અસંગભાવમાં જવા માટે યત્ન કરે છે, તેથી તેઓ મૃત્યુને જીતી રહ્યા છે. અને “જેઓ જીતી રહ્યા હોય, તેઓએ જીતી લીધું છે” એ નિયમ પ્રમાણે તેઓ પણ મૃત્યુના જયને પામેલા છે, માટે આ પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરીને મૃત્યુના જયની શક્તિનો સંચય થાય એવા મૃત્યુંજય જપથી યુક્ત મૃત્યુન તપ કરવો જોઈએ, એ પ્રકારનો ઉપદેશ મુનિઓ આપે છે. તેનું પાલન કરીને આદિધાર્મિક જીવો યોગની પૂર્વભૂમિકાને પ્રાપ્ત કરે છે. ll૨૦માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org