________________
૪૦
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૧૯-૨૦ ભાવાર્થ :
આદિધાર્મિક જીવો પૂર્વસેવારૂપે કુછુતપ કરે છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે છે - (૧) સત્તાપના કૃચ્છ, (૨) પાદફચ્છ અને (૩) સંપૂર્ણ કુછુ.
આ ત્રણે તપો આદિધાર્મિક જીવો પોતાના જીવનમાં કરાયેલાં નરકાદિ પાપોનો નાશ કરવા અર્થે કરે છે. તેથી અહીં કહ્યું કે અતિઅનર્થકારી એવાં નરકાદિ ફળોને અકષ્ટથી=અલ્પ એવા કષ્ટથી સંતરણનો હેતુ કછૂતપ છે; કેમ કે નરકાદિમાં ઘણાં કષ્ટો છે. તે સર્વ કષ્ટો અલ્પ એવા કષ્ટરૂપ કચ્છતાથી દૂર થઈ શકે છે, તેવો બોધ થવાથી પાપના ભીરુ એવા આદિધાર્મિક જીવો કૃષ્કૃતપ કરે છે.
(૧) સત્તાપન કૃષ્કૃતપ:• ત્રણ દિવસ ઉષ્ણ પાણી પીવાથી, ત્રણ દિવસ ઉષ્ણ ઘી પીવાથી, ત્રણ દિવસ ઉષ્ણ મૂત્ર પીવાથી, ત્રણ દિવસ ઉષ્ણ દૂધ પીવાથી,
આત્માને કષ્ટ વેઠવારૂપ સત્તાપન કરાય છે, જેના ફળરૂપે કરાયેલાં પાપો પ્રત્યે જુગુપ્સા થવાથી અને તે પાપની શુદ્ધિના ઉપાયરૂપે સત્તાપન કરેલ હોવાથી તે પાપની શુદ્ધિ થાય છે.
(૨) પાદચ્છ તપ અને (૩) સંપૂર્ણ કૃતપ:- પાદચ્છતામાં એક દિવસ એક વખતના ભોજનથી એકાસણું કરવું. વળી, એક દિવસ યાચના વગર જે પીરસાય તેનાથી એકાસણું કરવું, અને એક દિવસ ઉપવાસ કરવો. આ પ્રકારે કષ્ટ વેઠવાની ક્રિયા એ પાદફતપ કહેવાય, અને આ પાદસ્કૃતપ ચારગણું કરવામાં આવે તે સંપૂર્ણ કૃધૃતપ કહેવાય; અને પોતાના થયેલા અપરાધોની શુદ્ધિનો હેતુ આ તપ છે, એવી બુદ્ધિથી કરાયેલું તપ પાપની શુદ્ધિનું કારણ બને છે, માટે પૂર્વસેવારૂપે અભિમત છે. ૧૯ના અવતરણિકા :
શ્લોક-૧૭માં ચાર પ્રકારના ઉત્તમ એવા જે લૌકિક તપ બતાવેલ, તેમાંથી હવે ક્રમ પ્રાપ્ત મૃત્યુધ્ધ તપનું સ્વરૂપ બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org