________________
૩૨
પૂર્વસેવાદ્રાવિંશિકા/શ્લોક-૧૫ ટીકા -
अविरुद्धेति-अविरुद्धस्य धर्माद्यप्रतिपन्थिनः, कुलाचारस्य पालनं अनुवर्तनं । मितभाषिता प्रस्तावे स्तोकहितजल्पनशीलता । कण्ठगतैरपि प्राणैर्गर्हिते= लोकनिन्दिते कर्मण्यप्रवृत्तिश्च ।।१५।। ટીકાર્ય :
વિરુદ્ધી ..... પ્રવૃત્તિબ્ધ અવિરુદ્ધ એવા કુલાચારનું ધર્માદિથી અવિરુદ્ધ એવા કુલાચારનું પાલન= સેવન, મિતભાષિતા=પ્રસ્તાવમાં અર્થાત્ બોલવાના પ્રસંગમાં થોડું હિતકારી બોલવાનું સ્વભાવપણું, કંઠગત પ્રાણથી પણ=મૃત્યુથી પણ, લોકનિંદિત કૃત્યોમાં અપ્રવૃત્તિ. ૧૫
ક “ધર્માવિમાં “ર” પદથી અર્થ, કામનું ગ્રહણ કરવું. ભાવાર્થ :
(૧) અવિરુદ્ધ એવા કુલાચારાદિનું પાલન :- માર્ગાનુસારી જીવો ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. તેઓ પોતાના કુલના જે ઉચિત આચારો છે, તેનું સમ્યફ પાલન કરે છે અર્થાત્ કેટલાક કુલાચારો આલોકના અને પરલોકના હિતકારી છે, અને વિવેકપૂર્વકના ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થનો બાધ કરે તેવા નથી, તેવા કુલાચારોનું પાલન માર્ગાનુસારી બુદ્ધિવાળા જીવો કરે છે. અહીં ‘ધર્માદિમાં ‘રિ' પદથી અર્થ અને કામનું ગ્રહણ કરવું, અને અર્થ-કામને બાધ કરે તેવા કુલાચારનું પણ પાલન માર્ગાનુસારી જીવો કેમ કરતા નથી ? તેનું તાત્પર્ય શ્લોક-૪માં કરાયેલી સ્પષ્ટતાથી જાણવું.
(૨) મિતભાષિતા:- વળી, માર્ગાનુસારી જીવો બોલવાના પ્રસંગે વિચારીને બોલનારા હોય છે. તેથી થોડું અને હિતકારી બોલે છે.
(૩) લોકનિંદિત કૃત્યોમાં અપ્રવૃત્તિ :- વળી, લોકમાં જે નિંદિત કૃત્યો છે, તેવાં કૃત્યો મૃત્યુનો પ્રસંગ આવે તોપણ કરે નહિ તેવી ઉત્તમ પ્રકૃતિવાળા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org