________________
૨૪
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૧૧-૧૨ અહિતનું કારણ છે, કેમ કે લેનાર વ્યક્તિ તે આરંભ-સમારંભના સાધનના અભાવમાં તે પ્રકારનો આરંભ-સમારંભ ન પણ કરે, અને તે પ્રકારની આરંભસમારંભની સામગ્રી કોઈએ આપેલ હોય તો તેનો આરંભ-સમારંભમાં ઉપયોગ કરે, જેનાથી લેનારને તે આરંભના પ્રવૃત્તિકાળમાં વિશેષ પ્રકારના કર્મબંધની પ્રાપ્તિ થાય, અને આપનાર વ્યક્તિ તે આરંભની સામગ્રી આપીને તેના આરંભમાં સહાયક થવાના કારણે કર્મ બાંધે. તેથી તેવા આરંભ-સમારંભની સામગ્રી પાત્રમાં કે દીનાદિવર્ગમાં આપવી જોઈએ નહિ; પરંતુ પાત્રને ઉચિત પ્રવૃત્તિ કરવામાં સહાયક થાય, અને દીનાદિવર્ગને આજીવિકામાં સહાય થાય તેવું દાન આપવું જોઈએ, જેથી આજીવિકાના અભાવકૃત ક્લેશનું નિવર્તન થાય.
વળી, આ દાન પણ પોતાને પોષણીય એવા લોકોની આજીવિકાનો ઉચ્છેદ ન થાય તે રીતે આપવું જોઈએ. આદ્યભૂમિકાવાળા જીવોનો આ પ્રકારનો દાન આપવા વિષયક ઉચિત વ્યવહાર યોગમાર્ગની પૂર્વભૂમિકાની નિષ્પત્તિનું કારણ છે. /૧૧થી અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે પાત્રમાં અને દીનાદિવર્ગમાં વિવેકપૂર્વકનું દાન પૂર્વસેવારૂપે ઈચ્છાય છે. તેથી હવે તે દાનના વિષયભૂત પાત્ર કોણ છે અને દીનાદિવર્ગ કોણ છે, તેનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે – શ્લોક :
लिङ्गिनः पात्रमपचा विशिष्य स्वक्रियाकृतः ।
दीनान्धकृपणादीनां वर्गः कार्यान्तराक्षमः ।।१२।। અન્વયાર્થ :
નિાિન =લિંગિઓ-સંયમવેશને ધારણ કરનારા,પાત્ર=પાત્ર છે.વિશિષ્ટ સ્વત્રિાવૃતઃ=વિશેષથી સ્વક્રિયાને કરનારા-સ્વશાસ્ત્રમાં કહેવાયેલા અનુષ્ઠાનમાં અપ્રમત્ત, અપચ=અપાચક=આરંભ-સમારંભ નહિ કરનારા પાત્ર છે. જાન્તર ક્ષમ:=કાર્યાન્તરમાં અસમર્થ ભિક્ષાથી અતિરિક્ત આજીવિકાના હેતુ એવા વ્યાપાર કરવામાં અસમર્થ એવો, કિનાન્ચપીનાં =દીન, અંધ અને કૃપણ આદિનો વર્ગ પાત્ર છે. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org