________________
૧૧
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૮-૯ બધા દેવોને નમસ્કાર કેમ કરવો જોઈએ ? એથી કહે છે -- જેઓ સ્વમતિના અભિનિવેશથી કોઈ એક દેવનો આશ્રય કરતા નથી, પરંતુ સર્વ દેવોની ઉપાસના કરે છે, તેઓમાં વિચાર્યા વગર ઉપાસ્યના વિષયમાં પક્ષપાત કરવાનો અભિનિવેશ નથી. વળી, પરલોકના અર્થી છે, તેથી મધ્યસ્થતાથી સર્વ દેવોની ઉપાસના કરે છે, ઇન્દ્રિયો ઉપર સંયમ રાખે છે, અસંબદ્ધ એવા ક્રોધ ઉપર સંયમ રાખે છે, ઉપલક્ષણથી અન્ય કષાયોને પણ યથાતથા પ્રવર્તાવતા નથી, તેવા ભદ્રક પ્રકૃતિવાળા જીવો સંસારના પરિભ્રમણરૂપ દુર્ગતિઓના પાતને ઓળંગે છે અર્થાત્ સર્વ દેવોને નમસ્કાર કરવા આદિની પ્રવૃત્તિ દ્વારા યોગમાર્ગની પ્રથમ ભૂમિકાને પ્રાપ્ત કરે છે, જેથી તેવા જીવો સદ્ગતિની પરંપરાને ક્રમસર પ્રાપ્ત કરે છે. III અવતરણિકા -
ननु सर्वेऽपि न मुक्तिप्रदायिन इति कथमविशेषेण नमस्करणीया इत्यत સાદું – અવતરણિકાર્ચ -
નથી શંકા કરે છે કે સર્વ પણ દેવો મુક્તિ આપનારા નથી. એથી કેવી રીતે અવિશેષથી=સમાન રીતે નમસ્કાર કરવા યોગ્ય થાય ? એથી કહે છે –
સર્વેડજિ'માં ‘મથી એ કહેવું છે કે કોઈ એક દેવ તો મુક્તિને દેનારા છે, પરંતુ સર્વ પણ મુક્તિને દેનારા નથી. ભાવાર્થ -
જે દેવો પરિપૂર્ણ યોગમાર્ગને સેવીને વીતરાગ સર્વજ્ઞ થયા છે, અને વીતરાગ થયા પછી મોક્ષમાર્ગની પ્રાપ્તિ અર્થે ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, એવા તીર્થકરો મોક્ષને આપનારા છે અર્થાત્ તેમની ઉપાસના કરવાથી અને તેમના વચન અનુસાર યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરવાથી મોક્ષરૂપ ફળ મળે છે. માટે તીર્થકરો જ મુક્તિને આપનારા છે. માટે તેઓ જ ઉપાય છે, અન્ય નહિ. આમ છતાં બધા દેવોને અવિશેષથી ઉપાસ્ય સ્વીકારીને નમસ્કાર કરવામાં આવે તો તેનાથી હિત કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે --
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org