________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૭
૧૩
અથવા, અવિશેષેન્દ્ર=અવિશેષથી, સર્વે વા=સર્વ દેવો સવ માન્યા=સદા માન્ય છે=ઉપાસ્યરૂપે માન્ય છે. ।।૭।।
શ્લોકાર્થ :
અનિર્ણીત વિશેષવાળા એવા મહાત્માઓને અધિમુક્તિના વશથી= અતિશય શ્રદ્ધા અનુસારથી અથવા અવિશેષથી, સર્વ દેવો સદા માન્ય છે-ઉપાસ્યરૂપે માન્ય છે. 11૭।।
ટીકા ઃ
अधिमुक्तिति- अनिर्णीतः कुतोऽपि मतिमोहादनिश्चितो विशेषः - इतरदेवतापेक्षोऽतिशयो, यैस्तेषां महात्मनां परलोकसाधनप्रधानतया प्रशस्तात्मनां गृहिणां सर्वे देवाः सदाऽ विशेषेण= पारगतहरिहर हिरण्यगर्भादिसाधारणवृत्त्या मान्याः वा = अथवा अधिमुक्तिवशात् = अतिशयितश्रद्धानुसारेण । ।७।। ટીકાર્ય :
અનિíત: ..... શ્રદ્ધાનુસારેળ ।। કોઈપણ મતિમોહના કારણે અનિર્ણીત અર્થાત્ અનિશ્ચિત વિશેષવાળા એવા ઉપાસક મહાત્માને=“ઇતર દેવતાની અપેક્ષાએ આ દેવતામાં અતિશય ગુણો છે” એ પ્રકારનો વિશેષ જેમણે જાણ્યો નથી એવા ઉપાસક મહાત્માને અર્થાત્ પરલોકની સાધનામાં પ્રધાનપણું હોવાના કારણે પ્રશસ્ત પરિણામવાળા ગૃહસ્થને, સર્વ દેવો સદા અવિશેષથી= પારગત, હરિહર, હિરણ્યગર્ભાદિ સાધારણ વૃત્તિથી માન્ય છે=ઉપાસ્યરૂપે અભિમત છે, અથવા અધિમુક્તિના વશથી=અતિશયિત શ્રદ્ધા અનુસારથી સર્વ દેવો ઉપાસ્યરૂપે માન્ય છે, એમ અન્વય છે. IIII
ભાવાર્થ :
કોઈક રીતે કર્મના વિગમનના કારણે જેઓને પરલોક સાધવાની પ્રધાન બુદ્ધિ થઈ છે, તેઓ પ્રશસ્ત પરિણામવાળા ગૃહસ્થો છે. આમ છતાં ભિન્ન ભિન્ન દર્શનને માન્ય એવા દેવોમાંથી કયા દેવો ઇતર દેવો કરતાં અતિશય ગુણવાળા છે, તેનો નિર્ણય કરવાની સામગ્રી હજી પ્રાપ્ત થઈ ન હોવાથી કોઈપણ દર્શનને અભિમત એવા દેવોમાં પક્ષપાત કરીને કોઈ એક દેવને ઉપાસ્ય સ્વીકારે, અને
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org