________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૪-૫ ભગવાનની ભક્તિ અને સુસાધુની ભક્તિમાં વાપરીને સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે. વળી, ભોગાદિમાં પણ તે રીતે પ્રવૃત્તિ કરે છે, જેથી ક્રમસર ભોગની વૃત્તિ ક્ષીણ થાય અને ધર્મ સેવવાની શક્તિ સંચિત થાય. આથી ધર્મમાં વ્યાઘાતક થાય તેવી ભોગની મનોવૃત્તિ ઊઠે અને તેનું શમન કરવામાં ન આવે તો ધર્મની પ્રવૃત્તિ પણ સમ્યફ થઈ શકે નહિ, તેથી વિવેકી પુરુષ કામપુરુષાર્થ પણ વિવેકપૂર્વક સેવે છે.
જોકે પ્રસ્તુત બત્રીશીમાં કહેલ ચાર પૂર્વસેવા મુખ્ય રીતે અપુનબંધકને હોય છે, તોપણ યોગમાર્ગનો આરંભ પાંચમા ગુણસ્થાનકે થાય છે, તેથી પાંચમા ગુણસ્થાનકની પૂર્વભૂમિકામાં રહેલ સમ્યમ્ દૃષ્ટિને પણ યથાયોગ્ય આ પૂર્વસેવા હોય છે. વળી, દેશવિરતિધર અધ્યાત્મ આદિ યોગોનું સેવન કરે છે, અને તેના અંગભૂત ગુરુદેવાદિના પૂજન કરે છે. તેથી યોગમાર્ગમાં પ્રવૃત્ત સર્વ જીવોને આશ્રયીને આ ગુરુદેવાદિ પૂજનની વિધિ છે.
વળી, સ્કૂલબોધવાળા અપનબંધક પોતાના સ્કૂલબોધ અનુસાર ધર્માદિ ત્રણ પુરુષાર્થને સેવે છે, અને સમ્યગુ દૃષ્ટિ અને દેશવિરતિ શ્રાવક પોતાના સૂક્ષ્મ બોધ અનુસાર ધર્માદિ ત્રણ પુરુષાર્થનું આરાધન કરે છે, અને તે ત્રણે પુરુષાર્થનું આરાધન કરીને અંતિમ ફળરૂપે મોક્ષને પ્રાપ્ત કરે છે. માટે કલ્યાણના અંગભૂત એવા ત્રણ પુરુષાર્થનો બાધ થતો ન હોય તો માતા-પિતા આદિ ગુરુવર્ગને જે પ્રવૃત્તિ ઇષ્ટ હોય તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ, અને જે પ્રવૃત્તિ અનિષ્ટ હોય તેવી પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ, જેથી સર્વત્ર ભૂમિકા અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાની શક્તિનો સંચય થાય. ll અવતરણિકા -
વળી, ગુરુવર્ગ વિષયક અન્ય શું ઔચિત્ય છે, જેથી તેમનું પૂજન સમ્યફ પ્રયોજનવાળું બને ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
तद्वित्तयोजनं तीर्थे तन्मृत्यनुमतेभिया । तदासनाद्यभोगश्च तद्विम्बस्थापनार्चने ।।५।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org