________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૧-૨ કરવા અર્થે પૂર્વસેવામાં યત્ન કરે છે; અને વિદ્યાસાધક પૂર્વસેવાથી સંપન્ન થયા પછી વિદ્યા સાધવા માટે બેસે છે, તેમ પૂર્વસેવાના સેવનથી સાધકની ભૂમિકાથી સંપન્ન થયેલો યોગી મોક્ષને સાધવા અર્થે યોગમાર્ગમાં યત્ન કરે છે. તેથી યોગને સાધવા પૂર્વે જે કરાય તે પૂર્વસેવા છે, અને તેના ચાર ભેદો છે : (૧) ગુરુદેવાદિનું પૂજન, (૨) સદાચાર, (૩) તપ, અને (૪) મુક્તિઅદ્વેષ.
આ ચારે ભેદો ગ્રંથકાર સ્વયં આગળ વિસ્તારથી કહે છે. આવા અવતરણિકા :
પૂર્વશ્લોકમાં પૂર્વસેવાના ચાર ભેદો બતાવ્યા. તેથી હવે તે ચાર ભેદોમાંથી ગુરુદેવાદિ પૂજનરૂપ પૂર્વસેવાને બતાવવા અર્થે પૂજનના વિષયભૂત ગુરુવર્ગ કોણ છે, તે પ્રથમ બતાવે છે – શ્લોક :
माता पिता कलाचार्य एतेषां ज्ञातयस्तथा ।
वृद्धा धर्मोपदेष्टारो गुरुवर्गः सतां मतः ।।२।। અન્વયાર્ચ :
માતા પિતા નીવાર્થ =માતા, પિતા, કલાચાર્ય, તેવાં જ્ઞાતી:=એમની જ્ઞાતિઓમાતા, પિતા, કલાચાર્યની જ્ઞાતિઓ, તથા=અને વૃદ્ધાથર્મોપદાર:વૃદ્ધ એવા ધર્મના ઉપદેશ દેનારા મુતવૃદ્ધ અને વયોવૃદ્ધ એવા ધર્મના ઉપદેશ દેનારા પુસવ સતાં મત=ગુરુવર્ગ સંતોને સંમત છે. રા. શ્લોકાર્ચ -
માતા, પિતા, કલાચાર્ય, અને એમની જ્ઞાતિઓમાતા, પિતા, ક્લાચાર્યનાં જ્ઞાતિઓ અને વૃદ્ધ એવા ધર્મના ઉપદેશ દેનારા=શ્રુતવૃદ્ધ અને વયોવૃદ્ધ એવા ધર્મના ઉપદેશ દેનારા, ગુરુવર્ગ સંતોને સંમત છે. રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org