________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/સંપાદિકનું કથન
(સંપાદિકાનું કથન. લગભગ ૩૨૦ વર્ષ પૂર્વે સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં સમૃદ્ધ અને વૈવિધ્ય પૂર્ણ સાહિત્ય સર્જનને કારણે ઉપાધ્યાય યશોવિજયજીને ‘લઘુ હરિભદ્ર' કે બીજા હેમચંદ્રાચાર્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલુંજ નહિ કલિકાલમાં પણ ભદ્રબાહુસ્વામી આદિશ્રુતકેવલીઓનું સ્મરણ કરાવે એવા એ મહાન શ્રતધર થયા એ રીતે પણ ઓળખવામાં આવે છે.
દ્વાáિશદ્ધાત્રિશિકા ગ્રંથની ૧૨મી બત્રીશી “યોગની પૂર્વસેવા” બત્રીશી છે. જેમ કોઈપણ ક્ષેત્રમાં પ્રારંભ પૂર્વે તેની પૂર્વભૂમિકા જરૂરી છે તેમ સાધકને યોગમાર્ગમાં પ્રવેશ કરાવવા પૂર્વે તેની ઉચિત ભૂમિકા સંપાદન કરવા યોગની પૂર્વસેવામાં પ્રવેશ કરવો જરૂરી છે. તે માટે સાધક ગુરુ-દેવાદિનું પૂજન કરે, સદાચારનું સેવન કરે, તપ કરે, અને મુક્તિનો અદ્વેષ હોય તો જ સાધક અધ્યાત્મ આદિ યોગમાર્ગના પ્રારંભ માટે અધિકારી બને છે તેનું સુંદર નિરૂપણ આ ગ્રંથમાં કરેલ છે.
ગુરુવર્ગ તરીકે માતા-પિતા, કલાચાર્ય, જ્ઞાતિજનો અને ધર્મઉપદેશકોને ગ્રહણ કરવાનાં છે અને દેવાદિના પૂજનમાં અરિહંતની ઉપાસના કરતી વખતે અન્ય દેવો પ્રત્યેના દ્વેષનો ત્યાગ કરવાનો છે. વળી, આદિધાર્મિક જીવોએ સર્વદેવોનું પૂજન કરવું જોઈએ, પાત્રમાં દાન આપવું જોઈએ અને દીનમાં પણ વિવેકપૂર્વકનું દાન આપવું જોઈએ વગેરે બાબતોનું પૂ. પ્રવિણભાઈ મોતાએ સુંદર વિવેચન કરેલ છે. વળી, આત્મા અનાદિનો છે અને અનાદિકાળથી આત્મામાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ કર્મબંધની યોગ્યતારૂપ ભાવમલ ઘણો છે. જે દરેક પુદ્ગલ પરાવર્તમાં ઘટે છે તેમ તેમ ભવ પ્રત્યે અનુત્કટ રાગ પ્રવર્તે છે અને મોક્ષ પ્રત્યે અદ્વેષ વર્તે છે. વળી, આ મુક્તિઅદ્દેષ મુક્તિરાગરૂપ નથી તેનું યુક્તિથી સ્થાપન કરેલ છે.
આ ગ્રંથમાં સતત પ્રેરણા આપવા બદલ પૂ.સા.શ્રી. ચારુનંદિતાશ્રીજી મ.સા.નો ઉપકાર ભૂલી શકાય તેમ નથી. મુફ સંશોધન અને પદાર્થની સ્પષ્ટતા માટે જરૂરી સૂચનો આપવા બદલ પૂ. શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ મળવા બદલ હું ધન્યતા અનુભવું છું.
ગ્રંથકારશ્રી અને વિવેચનકારશ્રીના આશયથી અને જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તે બદલ મિચ્છા મિ દુક્કડમ્.
આ પૂર્વસેવાબત્રીશી'નું વાંચન યોગમાર્ગના પ્રારંભ પૂર્વેની પૂર્વભૂમિકામાં પણ આપણો હજુ પ્રવેશ થયો છે કે કેમ તે જાણવા માટે આપણને માર્ગદર્શક બને છે. આ પૂર્વસેવાની બત્રીશીનું સતત ચિંતન-મનન અને આચરણ આપણને સૌને શીધ્ર યોગમાર્ગમાં પ્રારંભ કરવામાં માર્ગદર્શક બને એ જ અપેક્ષા. વિ.સં. ૨૦૬૪, આસો સુદ-૧૦,
– સ્મિતા ડી. કોઠારી ગુરુવાર, ૯-૧૦-૨૦૦૮. ૧૨, બેંક ઓફ ઈન્ડિયા સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦ ૦૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org