________________
પૂર્વસેવાદ્ધાત્રિશિકા/સંકલના ત્યાં જિજ્ઞાસા થાય કે સંસારી જીવો કર્મબંધવાળા છે અને મુક્ત જીવો કમરહિત છે. તેથી સંસારી જીવોને કર્મબંધ થાય છે, મુક્ત જીવોને કર્મબંધ થતો નથી, તેમ સ્વીકારીએ અને સહજમલ ન સ્વીકારીએ તો શું વાંધો ? તેનું યુક્તિથી સમાધાન કરતાં શ્લોક-૨૮માં સ્થાપન કર્યું કે જો મુક્ત આત્મામાં કર્મબંધની યોગ્યતાનો ક્ષય ન થયો હોય તો મુક્ત આત્માને પણ કર્મબંધની પ્રાપ્તિ થાય. તેથી નક્કી થાય છે કે સંસારી જીવોમાં કર્મબંધની યોગ્યતાનો ક્ષય થયો નથી, માટે સંસારી જીવો કર્મ બાંધે છે. તેથી એ ફલિત થાય કે સંસારી જીવો કર્મવાળા છે, એટલા માત્રથી કર્મ બાંધતા નથી, પરંતુ સિદ્ધના જીવો કરતાં કર્મબંધની યોગ્યતારૂપ વિલક્ષણ પરિણામવાળા પણ છે, માટે કર્મ બાંધે છે, અને સિદ્ધના જીવો કર્મથી બંધાયેલા નથી અને કર્મબંધને અનુકૂળ એવી યોગ્યતાવાળા પણ નથી, માટે સિદ્ધના જીવો કર્મ બાંધતા નથી.
વળી, સંસારી જીવોમાં કર્મબંધને અનુકૂળ એવી યોગ્યતારૂપ ભાવમલ છે. તેને અન્ય દર્શનકારો દિક્ષા આદિ શબ્દથી કહે છે. તે શ્લોક-૨૯માં બતાવેલ છે. તેથી સંસારનું કારણ માત્ર કર્મનો બંધ નથી, પરંતુ કર્મબંધની યોગ્યતા પણ છે, એ કથન સર્વ દર્શનકારો ભિન્ન ભિન્ન શબ્દથી માને છે, તેમ સિદ્ધ થાય છે.
વળી, આ કર્મબંધની યોગ્યતારૂપ ભાવમલ ભવ્ય જીવોને દૂર દૂરના પુદ્ગલ પરાવર્તમાં ઘણો હોય છે અને પ્રતિ પુદ્ગલ પરાવર્તમાં તેનો કંઈક હ્રાસ થાય છે, અને યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને તેટલા પ્રમાણમાં ભાવમલની અલ્પતા થાય છે ત્યારે જીવ ચરમાવર્તમાં આવે છે તેમ કહેવાય છે; અને તે ભાવમલની અલ્પતાને કારણે મુક્તિઅદ્વેષ પ્રગટે છે અને ક્રમે કરીને સામગ્રી મળતાં મુક્તિરાગ પ્રગટે છે, અને તે મુક્તિનો રાગ ઉત્કર્ષને પામતો મુક્તિના ઉપાયોમાં પ્રવૃત્તિ કરાવીને સંસારના ઉચ્છેદનું કારણ બને છે.
અહીં કોઈને શંકા થાય કે કલ્યાણની પરંપરાનું કારણ એવો જે મુક્તિઅદ્વેષ છે, તેને મુક્તિરાગ સ્વીકારીએ તો શું વાંધો? તેથી શ્લોક-૩૧-૩૨માં મુક્તિઅદ્વેષ મુક્તિરાગરૂપ નથી, તે યુક્તિથી સ્થાપન કરેલ છે. વળી, મુક્તિનો અદ્વેષ એક પ્રકારનો છે, જ્યારે મુક્તિનો રાગ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદથી ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org