________________
પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૧૧
મુક્તિદશામાં પૂર્વસ્વભાવનો ત્યાગ કરાયે છતે કૌટસ્થ્યહાનિનો પ્રસંગ છે= ફૂટસ્થપણાની હાનિ પ્રાપ્ત થાય છે. ।।૧૧।।
ભાવાર્થ :
અપરિણામી આત્માના સ્વીકારમાં પાતંજલયોગલક્ષણની અઘટમાનતા :
શ્લોક-૧ થી ૧૦ સુધી ગ્રંથકારશ્રીએ પતંજલિ ઋષિએ બતાવેલ યોગનું લક્ષણ અને યોગની પ્રાપ્તિના ઉપાયો બતાવ્યા. તેથી એ પ્રાપ્ત થાય છે કે મોક્ષના અર્થી જીવો યોગના અર્થી બને છે, યોગના અર્થી જીવો યોગના ઉપાયના અર્થી બને છે અને યોગના ઉપાયના અર્થી જીવો યોગના ઉપાયોને સેવીને યોગની પ્રાપ્તિ કરે છે અને યોગની પ્રાપ્તિ દ્વારા તે જીવો મોક્ષને પ્રાપ્ત કરે છે. આ સર્વ પતંજલિ ઋષિએ જે કહ્યું એ આત્માને અપરિણામી સ્વીકારીએ તો કાંઈ ઘટી શકે નહિ; કેમ કે આત્માને અપરિણામી સ્વીકારીએ તો બે વિકલ્પની પ્રાપ્તિ થાય.
४०
અપરિણામી આત્માના સ્વીકારમાં સંસારનો અભાવ અને મોક્ષનો અભાવ :(૧) જો આત્મા પુષ્કરપત્રની જેમ નિર્લેપ હોય તો તે હંમેશાં નિર્લેપ રહેવો જોઈએ; અને
(૨) જો આત્મા પ્રકૃતિ અને તેના વિકારોથી ઉપહિત સ્વભાવવાળો સંસારદશામાં છે, તેવો હોય તો તે હંમેશાં પ્રકૃતિ અને તેના વિકારોથી ઉપહિત સ્વભાવવાળો જ રહેવો જોઈએ, તેથી આત્માનો ક્યારે પણ મોક્ષ થઈ શકે નહિ.
વળી જો યોગના સેવનથી આત્માનો મોક્ષ થાય છે તેમ સ્વીકારીએ, તો મુક્તિદશામાં સંસારના સ્વભાવનો ત્યાગ પ્રાપ્ત થવાના કારણે આત્માના ફૂટસ્થપણાની હાનિનો પ્રસંગ પ્રાપ્ત થાય અર્થાત્ આત્મા પરિણામી સિદ્ધ થાય.
આશય એ છે કે આત્માનો સ્વભાવ સર્વ વિકારોને સ્પર્શ કરવાનો નથી, અને આત્મા નિર્વિકારી હોવાથી અવિચલિત સ્વભાવવાળો છે, તેમ સ્વીકારીએ તો, જેમ મુક્ત આત્માઓ નિર્લેપ સ્વભાવવાળા છે અને નિર્લેપ સ્વભાવવાળા હોવાથી અવિચલિત સ્વભાવવાળા છે, તેમ સંસારી જીવો પણ અવિચલિત સ્વભાવવાળા પ્રાપ્ત થાય, તેથી સંસારનો અભાવ પ્રાપ્ત થાય; અને જો સંસારનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org