SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૮ ટીકાર્ય : યુદ્ધમૅડપિ ગ્રુપ માનવા, પ્રકૃત્યતમાં લય થયે છd=પ્રકૃતિમાં વિશ્રાંત દુઃખધ્વંસ થયે છત, બુદ્ધિના ભેદમાં પણ=બુદ્ધિનું પ્રત્યાત્મનિયતપણું સ્વીકારાયે છતે પણ, તત્વથી પરમાર્થથી, પ્રસંગનું તદવસ્થપણું છે=એકની મુક્તિમાં પણ અન્યને પણ તેની આપત્તિ છે=મુક્તિની આપત્તિ છે. એ પ્રકારનો આનો=પ્રસંગનો, અપરિહાર જ છે; કેમ કે પ્રકૃતિની જ મુક્તિનું અભ્યપગપ્યમાનપણું છે=સાંખ્યદર્શનકાર વડે પ્રકૃતિની જ મુક્તિ સ્વીકારાયેલ છે. અહીં પ્રશ્ન થાય કે પ્રકૃતિની મુક્તિ સ્વીકારવાથી એકની મુક્તિમાં અન્યની પણ મુક્તિની આપત્તિનો પરિહાર બુદ્ધિનો ભેદ સ્વીકારવા છતાં પણ કેમ થતો નથી ? તેથી બીજો હેતુ કહે છે : તસ્થાક્ય .... વિરોધા, અને તેના=પ્રકૃતિના, મુક્તપણા અને અમુક્તપણારૂપ ઉભયનો વિરોધ છે. પત્ર ..... માદ - એક વૃક્ષમાં સંયોગ અને તેના અભાવની જેમ=એક વૃક્ષમાં કપિ આદિ કોઈકનો સંયોગ અને કપિ આદિ કોઈકના સંયોગના અભાવની જેમ પ્રકૃતિમાં વિભિન્ન બુદ્ધિના અવચ્છેદથી મુક્તપણાઅમુક્તપણાનો વિરોધ નથી, એ પ્રમાણે સાંખ્યદર્શનકાર કહે, એથી ગ્રંથકારશ્રી શ્લોકમાં ચરમ પાદમાં કહે છે – વેરિ ... તૂષા, જો મુક્તિની અવ્યાપ્યવૃત્તિતા ન સ્વીકારવામાં આવે તો પ્રસંગનો અપરિહાર છે, એમ પૂર્વના કથન સાથે અવય છે, અને તેના સ્વીકારમાં=મુક્તિની અવ્યાપ્યવૃત્તિતાના સ્વીકારમાં, મુક્તમાં પણ અમુક્તપણાના વ્યવહારની આપત્તિ જ દૂષણ છે. * શ્લોકમાં વ્યાવૃત્તિતા પછી નાગુપતે એ અધ્યાહાર છે, એ બતાવવા માટે ટીકામાં નાડુ |સ્થત રૂત શેષ: કહેલ છે. વળી મુક્તિની અવ્યાપ્યવૃત્તિતા સ્વીકારીએ તો પ્રસંગદોષનો પરિહાર થાય છે, તોપણ અન્ય શું દોષ આવે છે, તે શ્લોકમાં બતાવેલ નથી; પરંતુ ટીકામાં તથ્યપાને ૨ ..... થી અન્ય દૂષણ બતાવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy