SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૨૦ અવતરણિકા : ननु यदि प्रतिलोमशक्तिरपि सहजैव प्रधानस्यास्ति तत्किमर्थं योगिभिर्मोक्षार्थं यत्नः क्रियते ? मोक्षस्य चानर्थनीयत्वे तदुपदेशकशास्त्रस्याऽऽनर्थक्यमित्यत आह અવતરણિકાર્થ : જો પ્રધાનની=પ્રકૃતિની, પ્રતિલોમ શક્તિ પણ સહજ છે, તો યોગી વડે મોક્ષ માટે યત્ન કેમ કરાય છે ? અર્થાત્ યોગી પુરુષોએ મોક્ષ માટે યત્ન કરવો જોઈએ નહિ, અને મોક્ષનું અનર્થનીયપણું હોતે છતે=મોક્ષ પુરુષની કામનાનો વિષય નહિ હોતે છતે, તેના ઉપદેશક શાસ્ત્રનું અનર્થકપણું છે=મોક્ષનાં ઉપદેશક શાસ્ત્રો નિરર્થક છે, એ પ્રકારની શંકામાં કહે છે - - કી * પ્રતિસ્રોમશક્તિરવિ અહીં પિ થી એ સમુચ્ચય થાય છે કે પ્રધાનની=પ્રકૃતિની, અનુલોમ શક્તિ સહજ હોય તો યોગીઓ મોક્ષ માટે યત્ન કરે છે, તે ઉચિત કહેવાય. પરંતુ પ્રધાનની=પ્રકૃતિની, પ્રતિલોમ શક્તિ પણ સહજ હોય તો યોગી પુરુષો મોક્ષ માટે યત્ન કરે તે ઉચિત ગણાય નહિ. ભાવાર્થ: શ્લોક-૧૯માં પુરુષાર્થ કર્તવ્યપણું શું છે, તે બતાવતાં કહ્યું કે પ્રકૃતિની બે પ્રકારની સહજ શક્તિ છે, તે પુરુષાર્થકર્તવ્ય છે, તેથી એ પ્રાપ્ત થયું કે પ્રતિલોમ શક્તિ પણ પ્રધાનની=પ્રકૃતિની, સહજ છે, તેથી પ્રશ્ન થાય કે જો પ્રકૃતિની પ્રતિલોમ શક્તિ પણ સહજ હોય તો યોગીઓ મોક્ષ માટે યત્ન કેમ કરે છે ? કેમ કે પ્રકૃતિની જે સહજ શક્તિ છે, તે પ્રતિલોમથી પ્રકૃતિમાં વિશ્રાંત થશે, યોગીના પ્રયત્નથી નહિ. તો મોક્ષ માટે યોગીઓને પ્રયત્ન કરવો જોઈએ નહિ, અને યોગીઓને મોક્ષ કામનાનો વિષય ન હોય તો મોક્ષનાં ઉપદેશક શાસ્ત્રો નિરર્થક છે, તેમ સિદ્ધ થશે. એ પ્રકારની શંકાનું નિરાકરણ કરવા અર્થે પતંજલિ ઋષિ કહે છે -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy