________________
પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૧૭
૭૭
આ ભોગ હું કરું છું. તેથી જ સંસારી જીવો પોતે ભોગ કરે છે, એ પ્રકારનું અભિમાન ધરાવે છે.
પૂર્વમાં ભોજે દૃષ્ટાંતથી બતાવ્યું કે દર્પણમાં પ્રતિબિંબ પામતી વસ્તુની છાયા સદ્દેશ છાયાંતરનો ઉદ્ભવ થાય છે, તેમ પુરુષના સંનિધાનથી બુદ્ધિમાં અભિવ્યંગ્ય ચૈતન્ય અભિવ્યક્ત થાય છે. ત્યાં કોઈ શંકા કરે છે
પુરુષ વ્યાપક છે અને બુદ્ધિ વ્યાપ્ય છે, તેથી બુદ્ધિરૂપ વ્યાપ્ય એવી નાની વસ્તુમાં વ્યાપક એવા પુરુષનું પ્રતિબિંબ કઈ રીતે પડી શકે ? અર્થાત્ પડી શકે નહિ. તેનો ખુલાસો કરતાં ભોજ કહે છે –
આકાશ વ્યાપક છે અને તેની સન્મુખ દર્પણને રાખવામાં આવે તો વ્યાપ્ય એવા નાની વસ્તુરૂપ દર્પણમાં પણ વ્યાપક એવા મોટી વસ્તુરૂપ આકાશનું પ્રતિબિંબ પડે છે. તેમ વ્યાપક એવા પુરુષનું પણ વ્યાપ્ય એવી બુદ્ધિમાં પ્રતિબિંબ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી.
વળી કોઈ શંકા કરે છે કે પુરુષ અતિનિર્મળ છે અને બુદ્ધિ અપકૃષ્ટ નૈર્મલ્યવાળી છે, તેથી અપકૃષ્ટ નૈર્મલ્યવાળી એવી બુદ્ધિમાં અતિનિર્મળ એવા આત્માનું પ્રતિબિંબ કઈ રીતે પડી શકે ? અર્થાત્ પડી શકે નહિ. તેનું સમાધાન કરતાં ભોજ કહે છે
અતિનિર્મળ એવા સૂર્ય-ચંદ્રાદિનું અપકૃષ્ટ નૈર્મલ્યવાળા એવા જલાદિમાં પ્રતિબિંબ પડે છે, તેમ અપકૃષ્ટ નૈર્મલ્યવાળી બુદ્ધિમાં પણ અતિનિર્મળ એવા આત્માનું પ્રતિબિંબ પડે છે, તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી.
અહીં કોઈને પ્રશ્ન થાય કે જો વ્યાપક એવું આકાશ દર્પણમાં પ્રતિબિંબ થઈ શકે છે, માટે વ્યાપક એવો આત્મા પણ બુદ્ધિમાં પ્રતિબિંબિત થઈ શકે છે, એમ સ્વીકારવામાં આવે, અને અતિનિર્મળ એવા સૂર્ય-ચંદ્રાદિ પણ અપકૃષ્ટ નૈર્મત્યવાળા જલાદિમાં પ્રતિબિંબિત થઈ શકે છે, માટે અતિનિર્મળ એવો આત્મા પણ અપકૃષ્ટ નૈર્મલ્યવાળી બુદ્ધિમાં પ્રતિબિંબિત થઈ શકે છે, એમ સ્વીકારવામાં આવે, તો દર્પણાદિમાં અને જલાદિમાં પણ આત્માનું પ્રતિબિંબ પડવું જોઈએ; અને દર્પણાદિમાં કે જલાદિમાં આત્માનું પ્રતિબિંબ પડતું દેખાતું નથી, તેથી દર્પણાદિના કે જલાદિના દૃષ્ટાંતથી વ્યાપક એવા આત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે, તેમ કઈ રીતે સ્થાપન કરી શકાય ? તેથી બીજો હેતુ કહે છે
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org