SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ યોગલક્ષણદ્વાáિશિકા/બ્લોક-૨૩ શ્લોકાર્ય : જેમ રસાનુવેધથી તાંબાનું સુવર્ણપણું થાય છે, તેમ ક્રિયાનું પણ ભાવના અન્વેધથી મોક્ષસંપાદનની શક્તિરૂપ સમ્યપણું થાય છે. ર3ll ટીકા - रसानुवेधादिति-ताम्रस्य रसानुवेधात्-सिद्धरससम्पर्कात्, यथा हेमत्वं जायते, तथा क्रियाया अपि भावानुवेधतः सम्यक्त्वं मोक्षसम्पादनशक्तिरूपम् ।।२३।। ટીકાર્ચ - તારા ...... મોક્ષમ્યાનશત્તરૂપમ્ II રસના અનુવેધથી સિદ્ધરસતા સંપર્કથી, તાંબાનું જેમ સુવર્ણપણું થાય છે, તેમ ભાવતા અતુવેધથી ક્રિયાનું પણ મોક્ષસંપાદનશક્તિરૂપ સમ્યફપણું થાય છે. ૨૩ ભાવાર્થ સિદ્ધરસના પુદ્ગલોમાં એવા પ્રકારની શક્તિવિશેષ છે કે તાંબાના પુદ્ગલ ઉપર સિદ્ધરસને નાંખવામાં આવે તો તાંબાના પુદ્ગલો સુવર્ણરૂપે પરિણમન પામે છે. તેમ પ્રણિધાનાદિ આશયરૂપ ભાવમાં એવી અદ્ભુત શક્તિ છે કે મન, વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ કરાતાં ધર્મઅનુષ્ઠાનો પ્રણિધાનાદિ આશયથી અનુવિદ્ધ બને તો મોક્ષસંપાદનની શક્તિવાળા બને છે. આશય એ છે કે લક્ષ્યનું પ્રણિધાન કરીને સાધક ક્રિયામાં યત્ન કરે છે ત્યારે, લક્ષ્યને નિષ્પન્ન કરવા માટે કરાયેલા પ્રણિધાનરૂપ આશયથી તે ક્રિયાઓ લક્ષ્યની નિષ્પત્તિના કારણભૂત એવા ભાવોને ઉલ્લસિત કરે છે. જેમ કોઈ શ્રાવક વિચારે કે ‘દ્રવ્યસ્તવ એ ભાવસ્તવનું કારણ છે, માટે હું દ્રવ્યસ્તવ એ રીતે કરું કે જેથી ભાવસ્તવરૂપ સંયમ મારામાં પ્રગટે.’ આ પ્રકારનું પ્રણિધાન કરીને, લોકોત્તમ પુરુષનું સ્વરૂપ ઉપસ્થિત કરીને, તેમના ભાવોથી પોતાનું ચિત્ત રંજિત થાય તે રીતે ઉપયુક્ત થઈને ભગવાનની પૂજાની ક્રિયા કરતો હોય, તો તે ક્રિયાકાળમાં તેના ચિત્તમાં ઉલ્લસિત થતો ભગવાનના બહુમાનનો ભાવ સંયમને અનુકૂળ શક્તિસંચય કરે છે, અને પ્રકર્ષને પામે તો તત્કાળ સંયમના પરિણામ પ્રગટે છે, અને અતિશયિત થાય તો વીતરાગતાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy