________________
૪૨
યોગલક્ષણદ્વાત્રિંશિકા/શ્લોક-૧૫
અનેક જન્મો સુધી પ્રવાહરૂપે પ્રાપ્ત થઈને પ્રકૃષ્ટ એવા ક્ષાયિકભાવના ધર્મસ્થાનની
પ્રાપ્તિનો હેતુ છે.
સર્વવિરતિરૂપ યોગની પ્રવૃત્તિમાં પ્રણિધાનાદિઆશયનું યોજન :--
પ્રસ્તુત બત્રીશીમાં યોગના લક્ષણને કહેવાય છે, અને યોગ મોક્ષની સાથે યોજન કરનાર રત્નત્રયીની પરિણતિરૂપ છે. આ રત્નત્રયીની પરિણતિને અતિશયિત કરવા અર્થે કરાતી ઉચિત ક્રિયામાં પ્રણિધાનાદિ પાંચ આશયો સર્વવિરતિધર એવા સાધકમાં કઈ રીતે ક્રમબદ્ધ પ્રગટ થાય છે અને કેવા પ્રકારે કાર્ય કરે છે તે અહીં બતાવાય છે
--
કોઈ સાધક સાધુધર્મની યોગ્યતા નિષ્પન્ન કરવા અર્થે સાધુધર્મનું ભાવન કરે અને સાધુધર્મની યોગ્યતા પ્રગટ્યા પછી ઉચિત વિધિપૂર્વક સંયમ ગ્રહણ કરે, તો ભાવથી સંયમની પ્રાપ્તિ થાય, ત્યારે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળું માનસ પ્રગટે છે, જેથી તે સાધકના મન-વચન અને કાયાના યોગો સંપૂર્ણ સંવૃત થાય છે. તેથી અવિરતિથી આવતાં કર્મોનું આગમન અટકે છે.
આવા સાધક સંયમ ગ્રહણ કર્યા પછી પ્રથમ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષામાં યત્ન કરીને સંયમનાં કંડકોની વૃદ્ધિ અર્થે યત્ન કરે, ત્યારે પરિપૂર્ણ શાસ્ત્રાનુસારી સંયમયોગની પ્રવૃત્તિ ન કરી શકે તો પ્રણિધાનઆશયપૂર્વક ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા દ્વારા સંયમનાં કંડકોની વૃદ્ધિ થાય છે, છતાં હજુ તેવો દઢ યત્ન ઉલ્લસિત ન થવાથી તેવા મહાત્માઓને પ્રવૃત્તિઆશય આવતો નથી; તોપણ ભગવાનના વચનનું અવલંબન લઈને સંવેગની વૃદ્ધિ થાય તે રીતે ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષામાં યત્ન કરતા હોય તો ક્રમે કરીને પ્રણિધાનઆશયમાંથી પ્રવૃત્તિઆશય પ્રગટે, ત્યારે પ્રણિધાનઆશયથી જે પ્રકારના સંવેગની વૃદ્ધિ થતી હતી, તેના કરતાં પ્રવૃત્તિઆશયથી અતિશયિત સંવેગની વૃદ્ધિ થાય છે.
વળી, કોઈ સાધક સંયમ ગ્રહણની સાથે જ શાસ્ત્રાનુસારી સંયમયોગમાં યત્ન કરી શકે તો સંયમના સ્વીકારથી જ પ્રવૃત્તિઆશય આવી શકે છે. આ રીતે પ્રણિધાનઆશયપૂર્વક અથવા પ્રવૃત્તિઆશયપૂર્વક સંયમમાં પ્રવૃત્ત સાધકને પણ ત્રણ પ્રકારનાં વિઘ્નોમાંથી કોઈક વિઘ્ન ઉપસ્થિત થાય તો યોગમાર્ગની પ્રવૃત્તિનો બાધ થાય છે, અને તે સાધક ઉચિત ઉપાયો દ્વારા વિઘ્નનો જય કરે ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org