________________
યોગલક્ષણદ્વાચિંશિકા/પ્રસ્તાવના પ્રસન્નતા માટે સ્વાધ્યાયરૂપી સંજીવનીએ ઔષધનું કાર્ય કરેલ છે. આ શ્રુતભક્તિનું કાર્ય મને યોગમાર્ગમાં રત બનાવી અંતે પૂર્ણ બનાવે તેવી યોગીનાથ પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું.
આ કાત્રિશિકાના પૂફસંશોધન કાર્યમાં મૃતોપાસક, શ્રાદ્ધવર્ય શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે અને સા. દષ્ટિરત્નાશ્રીનો તથા સા. આર્જવરત્નાશ્રીનો સુંદર સહાયકભાવ પ્રાપ્ત થયો છે.
આ “યોગલક્ષણદ્ધાત્રિશિકા' ગ્રંથનું વિવરણ લખવામાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં છબસ્થતાને કારણે તરણતારણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો ‘મિચ્છા મિ દુક્કડું માંગું છું.
પ્રાંતે સ્વ-અધ્યાત્મની નિર્મળતા માટે કરાયેલ આ પ્રયાસ સ્વ-પર ઉપકારક બને, અને આ લેખન અનુભવમાં પલટાય કે જેથી હું યોગીનાથ પરમાત્માએ બતાવેલા યોગમાર્ગને પામીને આત્મગુણોની અનુભૂતિમાં રમણતા કરું, ભવ્ય મુમુક્ષુ સાધકો આ ગ્રંથના પઠન-પાઠન-શ્રવણ-ચિંતન-મનન-નિદિધ્યાસનના બળથી વહેલી તકે પરમપદને પામે અને હું પણ બોધિબીજને પ્રાપ્ત કરું, એ જ અભ્યર્થના.
- bયામeતુ સર્વગીવાળામ”
વિ. સં. ૨૦૬૩, વૈશાખ સુદ-૩, તા. ૨૦-૪-૨૦૦૭, શુક્રવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.
વૈરાગ્યવારિધિ પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી જય-લાવણ્યહેમશ્રીજી મ. સા. ના શિષ્યા તપસ્વીરના સ્વાધ્યાયપ્રિયા પ. પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ. સા. ના શિષ્યા ભવવિરહથ્થુ સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org