________________
સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૧૪
૭૧ આથી જ શ્રાવકો પણ પોતાના ભોજનનો થાળ ભગવાન આગળ ધરે છે. વળી પોતાના માતા-પિતા અર્થે પણ પાક કરે. વળી અતિથિ=તિથિ-પર્વ વગરના સર્વદા સંયમમાં ઉદ્યમવાળા એવા ત્યાગી માટે પણ પાક કરે ? અને જેમનું ભરણપોષણ પોતાને કરવાનું છે, તેમના અર્થે પણ પાક કરે; અને તે બધાને જમાડીને ત્યારપછી શેષ ભોજન પોતે કરે. તેથી સદ્દગૃહસ્થો પણ ભિક્ષાચરના દાનના સંકલ્પથી પાકમાં પ્રયત્ન કરનારા છે. માટે સાધુને સંકલ્પિત પિંડ કલ્પ નહિ, એમ કહેવામાં આવે તો સગૃહસ્થોના ઘરેથી સાધુને ભિક્ષા કલ્પ નહિ, એમ સ્વીકારવાની આપત્તિ આવે, એમ નનુ થી શંકા કરનાર કહે છે.
વળી બીજો વિકલ્પ બતાવતાં કહે છે કે કદાચ કોઈ ગૃહસ્થોએ પોતાના માટે પાક કર્યો હોય, છતાં સાધુ ભિક્ષા અર્થે ઉપસ્થિત થાય ત્યારે દાન આપવાની બુદ્ધિથી દાન આપે, તે પણ પિંડ સાધુ ગ્રહણ કરે તો તે સંકલ્પિત પિંડ કહેવાય; કેમ કે “આ પિંડ સાધુને આપું' એ પ્રકારના સંકલ્પ કર્યા વગર દાન આપી શકાય નહિ. તેથી અસંકલ્પિત પિંડ સાધુએ ગ્રહણ કરવો જોઈએ એમ કહેવામાં આવે તો સાધુને ભિક્ષા ગ્રહણનો અસંભવ પ્રાપ્ત થાય.I૧૪ અવતરણિકા -
શ્લોક-૧૩માં કહ્યું કે સાધુએ અકૃત, અકારિત અને અસંકલ્પિત પિંડ ગ્રહણ કરવો જોઈએ. ત્યાં પ્રશ્ન થાય કે અસંકલ્પિત પિંડનો અર્થ શું કરવો? તેથી બે પ્રકારના વિકલ્પો કરીને પૂર્વપક્ષી કહે છે કે સાધુ માટે સંકલ્પ કરીને પાક કરાયેલો પિંડ સાધુ અકથ્ય છે, એવો અર્થ કરીએ તો સગૃહસ્થોને ત્યાંથી ભિક્ષા ગ્રહણ થાય નહિ, અને દાન આપવા પૂર્વે સાધુને આપવાના સંકલ્પથી કરાયેલ પિંડ સાધુને દુષ્ટ છે, તેમ કહીએ તો સર્વથા ભિક્ષાથી અપ્રાપ્તિ થાય. આ બે પ્રકારના વિકલ્પો શ્લોક-૧૪માં બતાવીને હવે સાધુને દાન આપતી વખતે આપવાના સંકલ્પવાળો પિંડ સાધુને દુષ્ટ નથી, પરંતુ સાધુના ઉદ્દેશથી પાક કરાયેલો પિંડ સાધુને દુષ્ટ છે, એમ કહેવામાં આવે, તો તે વચન અનુચિત છે. તે બતાવવા અર્થે પૂર્વપક્ષી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org