________________
સાધુસામય્યદ્વાચિંશિકા/બ્લોક-૧૩ ભાવાર્થ - સર્વસંપન્કરી ભિક્ષાથી સંયમના સમગ્રપણાની-ક્ષાચિકચારિત્રની પ્રાપ્તિ -
સાધુ તત્ત્વસંવેદનજ્ઞાનના સંસ્કારથી ચારિત્રની વૃદ્ધિ દ્વારા ક્રમે કરીને અસંગભાવને પામે છે અને અંતે વીતરાગ-સર્વજ્ઞ થાય છે; તેમ નિર્દોષ ભિક્ષા માટે સમ્યગુ યત્ન કરે છે, તેના દ્વારા પણ અસંગભાવને પામે છે અને ક્રમે કરીને વીતરાગ-સર્વજ્ઞ બને છે; કેમ કે સાધુની ભિક્ષાની પ્રવૃત્તિનાં સર્વ અંગો સમભાવની વૃદ્ધિને અનુકૂળ હોય છે. જેમ કે –
• ભિક્ષા માટે જતા હોય ત્યારે સાધુ વિચારે છે કે “ભિક્ષાની પ્રાપ્તિ થશે તો સંયમની વૃદ્ધિ થશે અને ભિક્ષાની અપ્રાપ્તિ થશે તો તપની વૃદ્ધિ થશે' આ પ્રકારના વિચારને કારણે ભિક્ષાની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ પ્રત્યે સમભાવવાળા મુનિ હોય છે.
• ભિક્ષા માટે ગમન કરતા હોય ત્યારે ગમનક્રિયા સાથે યતનાપરાયણ માનસ હોવાને કારણે સર્વ જીવો પ્રત્યે સમભાવની વૃદ્ધિ થાય એવા ઈર્યાસમિતિના પાલનમાં યતનાવાળા હોય છે.
• પિંડગ્રહણ કરતી વખતે ભિક્ષાના કોઈ દોષો ન લાગે તેવી ગવેષણાની સમ્યગુ યતના હોય છે, તેથી સંપૂર્ણ નિરારંભપૂર્વક સંયમની વૃદ્ધિને અનુકૂળ ભિક્ષા ગ્રહણ કરવાનો અધ્યવસાય હોય છે. તેથી પિડગવેષણામાં પણ સમભાવની વૃદ્ધિ થાય છે.
• ભિક્ષા માટે અટન કરતાં ભિક્ષાની પ્રાપ્તિ થાય તો તે ભિક્ષા દ્વારા અપ્રમાદભાવની વૃદ્ધિ થાય તે રીતે સંયમ પ્રત્યે યત્ન કરવાનો પરિણામ વર્તે છે, અને અપ્રાપ્તિ થાય તોપણ તપ દ્વારા સમભાવની વૃદ્ધિને અનુકૂળ સંયમ પ્રત્યે યત્ન કરવાનો પરિણામ વર્તે છે.
આ રીતે યતનાપરાયણ સાધુ ભિક્ષાની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે તત્ત્વસંવેદનજ્ઞાનથી સંવલિત ઉપયોગ વર્તતો હોય છે. તેથી ભિક્ષાની પ્રવૃત્તિ દ્વારા તત્ત્વસંવેદનજ્ઞાનના સંસ્કારોની વૃદ્ધિ થાય છે અને તેના દ્વારા ચારિત્રની શુદ્ધિ થાય છે અને અંતે ક્ષાયિકભાવનું પૂર્ણ ચારિત્ર પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org