________________
જિનભક્તિદ્વાર્નાિશિકા/બ્લોક-૧૯ અને પૂજાફળ વચ્ચે કાર્યકારણભાવ છે, અને જે સ્થાનમાં દેવતાના જ્ઞાનથી પૂજાફળની પ્રાપ્તિ થાય છે, તે સ્થાનમાં દેવતાનું જ્ઞાન અને પૂજાફળની વચ્ચે કાર્યકારણભાવ છે. તેથી પૂજાફળ પ્રત્યે બંને હેતુઓ સ્વીકારીએ તો જે સ્થાનમાં પ્રતિમામાં આધાન થયેલા સંસ્કારથી પૂજાના ફળની પ્રાપ્તિ થાય છે, તે સ્થાનમાં દેવતાનો ઉપયોગ ન હોવાથી દેવતાનું જ્ઞાન વ્યભિચારી પ્રાપ્ત થાય. તે દોષના નિવારણ માટે સંસ્કારથી જન્ય પૂજાફળ કરતાં જુદા પ્રકારના પૂજાફળ પ્રત્યે દેવતાનું જ્ઞાન કારણ છે, અને દેવતાના જ્ઞાનથી જન્ય પૂજાફળ કરતાં જુદા પ્રકારના પૂજાફળ પ્રત્યે પ્રતિમામાં આધાન થયેલ સંસ્કાર કારણ છે. તેથી તેમ માનવામાં આવે તો વ્યભિચારદોષનું નિવારણ થાય, પરંતુ ગૌરવદોષ પ્રાપ્ત થાય અર્થાત્ દેવતાનું જ્ઞાન અને પૂજાફળની પ્રાપ્તિ વચ્ચે એક કાર્યકારણભાવ છે, અને પ્રતિમામાં પડેલ સંસ્કાર અને પૂજાફળની પ્રાપ્તિ વચ્ચે બીજો કાર્યકારણભાવ છે, એમ સ્વીકારીએ તો વ્યભિચાર દોષ આવે નહિ, પરંતુ બે કાર્યકારણભાવ સ્વીકારવારૂપ ગૌરવદોષ પ્રાપ્ત થાય; અને જૈન મતાનુસાર પ્રતિષ્ઠાવિધિ દ્વારા મુખ્ય દેવતાના આલંબનવાળો ભાવ પ્રતિમામાં ઉપચારથી પ્રતિષ્ઠિત કરવામાં આવે છે અને પૂજા કરનારને પ્રતિષ્ઠિતત્વ જ્ઞાનને કારણે ભગવાનની ભક્તિ થાય છે અને તેનાથી પૂજાના ફળની પ્રાપ્તિ થાય છે. તેથી પ્રતિષ્ઠિતત્વના જ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલી ભગવાનની ભક્તિ અને પૂજાનું ફળ એ બે વચ્ચે એક કાર્યકારણભાવ પ્રાપ્ત થાય છે. માટે જૈન મતાનુસાર લાઘવની પ્રાપ્તિ છે.
આનાથી એ ફલિત થાય કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં દેવતાનું સંનિધાન થતું નથી કે પ્રતિમામાં કોઈ શક્તિવિશેષરૂપ સંસ્કાર આધાન થતા નથી અને અસ્પૃશ્યના સ્પર્શાદિ દ્વારા તે સંસ્કારનો નાશ થાય છે, તેમ પણ નથી; પરંતુ પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિષ્ઠા કરાવનાર આત્મામાં મુખ્ય પ્રતિષ્ઠા થાય છે અને ઉપચારથી પ્રતિમામાં પ્રતિષ્ઠા થાય છે અને ઉપચારથી પ્રતિષ્ઠિત પ્રતિમાને જોઈને વિવેકી પુરુષને પ્રતિષ્ઠિતત્વનું જ્ઞાન થાય છે તેના કારણે પૂજા કરનારને જેટલા પ્રમાણમાં ભગવાનની ભક્તિનો પરિણામ થાય છે, તે પરિણામ અનુસાર તેને પૂજાના ફળની પ્રાપ્તિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org