________________
૫૬
જિનભક્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૮
કરીએ તો પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવકમાં જ ભગવાનના ગુણોની પ્રતિષ્ઠા થઈ. તેથી ‘આ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠિત છે' એવો વ્યવહાર કઈ રીતે થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહીં, અને પ્રતિમામાં પ્રતિષ્ઠા નહીં હોવાથી ભગવાનની પ્રતિમામાં પ્રતિષ્ઠિતત્વનો વ્યવહાર ન થાય તો પ્રતિમાની પૂજાદિ કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે, તેની પ્રયોજક પ્રતિમા કઈ રીતે થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહીં; કેમ કે પ્રતિમા વીતરાગભાવથી પ્રતિષ્ઠિત નથી, પરંતુ પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવક ભગવાનના ગુણોથી પ્રતિષ્ઠિત છે. આ પ્રકારની કોઈને શંકા થાય. આથી કહે છે -
‘ઉપચારથી બહાર=પ્રતિમામાં, આ પ્રતિષ્ઠા છે’
આશય એ છે કે શ્રાવકે પોતાના આત્મામાં મુખ્ય પ્રતિષ્ઠા કરી અને તે પ્રતિષ્ઠા ઉપચારથી શ્રાવકે પ્રતિમામાં કરેલ છે, તેથી પ્રતિમામાં પ્રતિષ્ઠિતત્વનો વ્યવહાર સંગત છે, અને પ્રતિષ્ઠિત એવી તે પ્રતિમાની પૂજા કરનારને પૂજાદિ ફળની પ્રાપ્તિ થાય છે, તેમાં પ્રતિષ્ઠિત એવી તે પ્રતિમા પ્રયોજક છે, તેમ સ્વીકારવામાં કોઈ દોષ નથી.
અહીં વિશેષ એ છે કે શ્રાવક જ્યારે મુખ્ય દેવતાને અવલંબીને પોતાના આત્મામાં ભગવાનના ગુણોનું પ્રતિષ્ઠાપન કરે છે, અને ઉપચારથી જ્યારે પ્રતિમામાં પ્રતિષ્ઠાપના કરે છે, ત્યારે ‘તે આ છે’ અર્થાત્ ‘તે=મારા ચિત્તમાં વર્તતો ભગવાનના અવલંબનવાળો ભાવ, ‘આ છે’=પ્રતિમામાં ઉપચારથી સ્થાપન કરાયેલો છે', એ પ્રકારનો અભેદ ઉપચાર થાય છે, અને તેના કારણે તે ભાવ ભક્તિવાળા એવા વિદ્વાનોની પૂજ્યતાના સ્થાનને પામે છે. તેથી ભગવાનની પ્રતિમા પૂજ્ય બને છે.
પૂર્વમાં સ્થાપન કર્યું કે શ્રાવકના હૈયામાં થયેલો ભાવ પ્રતિમામાં ઉપચારથી સ્થાપન ક૨વામાં આવેલ છે, તેથી પ્રતિમા પ્રતિષ્ઠિત છે, તેવો વ્યવહાર થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે શ્રાવક જ્યારે પ્રતિમામાં પોતાના ભાવોનો ઉપચાર કરે છે, ત્યારે શ્રાવકનો તે અધ્યવસાય વિદ્યમાન છે અને ઉત્તરમાં તે અધ્યવસાયનો નાશ થાય છે. તેથી પ્રતિમાના ઉપચારકાળમાં પ્રતિમા પ્રતિષ્ઠિત છે, તેમ કહી શકાય, પરંતુ ઉત્તરકાળમાં શ્રાવકનો અધ્યવસાય નાશ થવાથી પ્રતિમામાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org