________________
જિનભક્તિદ્વાભિંશિકા/શ્લોક-૯ અવતરણિકા :
દ્રવ્યસ્તવના અધિકારમાં પ્રથમ જિનાલયનિર્માણ માટે કોણ અધિકારી છે તે બતાવ્યું અને જિનાલયનિર્માણ અર્થે શ્રાવક કેવી ભૂમિ ખરીદ કરે તે બતાવ્યું. ત્યારબાદ તે ભૂમિ ખરીદ કર્યા પછી કોઈને અપ્રીતિ ન થાય તેવો ઉદ્યમ કરવાની વિધિ બતાવી અને ઈંટ આદિ ઉપાદાન સામગ્રી પણ કઈ રીતે શ્રેષ્ઠ ગ્રહણ કરવી જોઈએ, તે બતાવ્યું. ત્યારબાદ માણસો પાસેથી કાર્ય કરતી વખતે પણ કઈ રીતે ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ, જેથી તેઓને પણ ધર્મની પ્રાપ્તિ થાય તે બતાવ્યું. વળી જિનાલયના નિર્માણકૃત્યકાળમાં પોતે કઈ રીતે શુભાશય કરવો જોઈએ તે બતાવ્યું. હવે, આ રીતે દ્રવ્યસ્તવ કરવાથી શું પ્રાપ્ત થાય ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
इत्थं चैषोऽधिकत्यागात् सदारम्भः फलान्वितः ।
प्रत्यहं भाववृद्ध्याप्तैर्भावयज्ञः प्रकीर्तितः ।।९।। અન્વયાર્થ :
ર=અને રૂત્યં=આ રીતે-પૂર્વમાં દ્રવ્યસ્તવવિષયક યતના બતાવી તે રીતે સર્વ યતના કરવામાં આવે એ રીતે —િઅધિકના ત્યાગથી= નિષ્ફળ અધિક આરંભની નિવૃત્તિથી, પન્નાન્વિતઃ સવાર. N =ફલયુક્ત સદારંભ એવો આ=શ્રેયફળયુક્ત સદારંભ એવો આ પ્રકૃત દ્રવ્યસ્તવનો આરંભ પ્રત્યાં મોવવૃદ્ધી=પ્રતિદિવસ ભાવની વૃદ્ધિ દ્વારા માર્ત =આપ્ત પુરુષો વડે માવા=ભાવયજ્ઞ પ્રીતિ =કહેવાયો છે. ૯ શ્લોકાર્ચ -
અને આ રીતે અધિક નિષ્ફળ આરંભના ત્યાગથી ફ્લયુક્ત સદારંભ એવો આ શ્રેયફળયુક્ત સદારંભ એવો આ પ્રકૃત દ્રવ્યસ્તવનો આરંભ, પ્રતિદિવસ ભાવની વૃદ્ધિ દ્વારા આપ્તપુરુષો વડે ભાવયજ્ઞ કહેવાયો છે. IIII
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org