________________
૧૫
જિનભક્તિાસિંચિકા/શ્લોક-૭ ટીકાર્ય -
સ્વયં .... પપપ સ્વયં પ્રકૃતિથી જ સુંદર કાર્ય કરનારા માણસોને નિયોજન કરવા જોઈએ=જિનાલય નિર્માણના કૃત્યમાં નિયોજન કરવા જોઈએ, અને તેઓને પણ સંતોષ આપવો જોઈએ અર્થાત્ તેમના કૃત્યને અનુરૂપ ધનાદિ આપીને સંતોષવા જોઈએ.
શ્લોકમાં કહ્યું કે ધર્મમિત્ર એવા તેઓમાં ભાવથી ધર્મ ઉત્પન્ન થાય છે, ઠગવાથી નહીં. ત્યાં પ્રશ્ન થાય કે કાર્ય કરનારા માણસો ધર્મમિત્ર છે, તેમ કેમ કહેવાય ? તેથી કહે છે –
તેઓનું પણ કાર્ય કરનારાઓનું પણ, ધર્મનું નિમિત્તપણું હોવાને કારણે= જિનાલયનિર્માણરૂપ ધર્મકૃત્યમાં નિમિત્તકારણપણું હોવાને કારણે, ધર્મમિત્રપણું છે. તેઓમાં કાર્યકરનારાઓમાં, વંચન વિરહિત ભાવથી જ તેઓને ઠગવાના અભાવપૂર્વક સંતોષ આપવાના ભાવથી જ, ધર્મ ઉપપતિ છે તે જીવોમાં પણ બીજાધાનાદિરૂપ ધર્મની ઉપપત્તિ છે. કા. ભાવાર્થ -
જિનાલયના નિર્માણના કૃત્યમાં આસન્નવર્તી જીવોને ક્લેશ થાય તો તે પાપબંધનું કારણ બને, તેથી તેવા જીવોને દાનાદિથી સંતોષ આપવો જોઈએ, એમ શ્લોક-પમાં બતાવ્યું. હવે કહે છે, જિનાલયના નિર્માણમાં કાર્ય કરનારા જીવો દ્વેષાદિભાવ કરે તો તેઓનું અહિત થાય, અને પ્રીતિ આદિ ભાવ કરે તો ધર્મકૃત્ય પ્રત્યે બહુમાન થવાથી તેઓમાં બીજાધાન થાય, તેથી જિનમંદિર નિર્માણ કરતી વખતે પ્રકૃતિથી ઉત્તમ પુરુષોને નિયોજન કરવા જોઈએ; કેમ કે ક્ષુદ્ર પ્રકૃતિવાળા જીવો હોય તો જિનાલય નિર્માણના પ્રસંગમાં પણ અનુચિત કૃત્ય કરીને કર્મ બાંધે, અને ઉદારતાપૂર્વક ધન આપવામાં આવે તો પણ તેઓને બીજાધાન થવાની સંભાવના રહેતી નથી, પરંતુ વ્યસનાદિમાં તે ધનનો દુર્થય કરનારા થાય છે. તેથી અત્યંત અપવાદિક કારણ ન હોય તો સારી પ્રકૃતિવાળા જીવોને જ જિનાલય નિર્માણમાં નિયોજન કરવા જોઈએ, અને તેઓને દાનમાન આદિથી સંતોષવા જોઈએ અને તેઓના કૃત્યને અનુરૂપ તેઓને દાન આપવું જોઈએ, જેથી જિનાલયનિર્માણના કાર્યમાં તેઓને સંતોષ ઉત્પન્ન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org