________________
૧૧૮
જિનભક્તિદ્વાત્રિંશિકા/બ્લોક-૨૬-૨૭
ૐ ‘પ્રધાનપુષ્પાન્ચમાા’િ – અહીં ‘વિ’થી ભગવાનની ભક્તિની અન્ય સામગ્રીનું ગ્રહણ કરવું.
ભાવાર્થ:
કાયયોગસારાપૂજા, વાગ્યોગસારાપૂજા, મનોયોગસારાપૂજાનું સ્વરૂપ :
અન્ય આચાર્ય ત્રણ પ્રકારની પૂજા કહે છે : તેમાં પ્રથમ પૂજા કાયયોગસારા છે, બીજી વાગ્યોગસારા છે અને ત્રીજી પૂજા મનોયોગસારા છે.
(૧) કાયયોગસારા પૂજા કરનાર શ્રાવક પોતાની શક્તિ અનુસાર કાયાથી શ્રેષ્ઠ પુષ્પાદિ સામગ્રી મેળવીને તેનાથી ભગવાનની ભક્તિ કરે છે.
(૨) વાગ્યોગસારા પૂજા કરનાર શ્રાવકને કાયાથી પ્રાપ્ત થતી ઉત્તમ સામગ્રીથી પણ સંતોષ થતો નથી, તેથી ભગવાનની ભક્તિ અર્થે અન્ય ક્ષેત્રોમાંથી બીજા પાસેથી વિધિપૂર્વક ઉત્તમ સામગ્રી મંગાવે છે, અને તેનાથી ભગવાનની ભક્તિ કરે છે.
(૩) મનોયોગસારા પૂજા કરનાર શ્રાવકને પોતાના ક્ષેત્રમાં મળતી ઉત્તમ સામગ્રીથી સંતોષ થતો નથી અને અન્ય ક્ષેત્રોમાંથી બીજા દ્વારા મંગાવેલ ઉત્તમ સામગ્રીથી પણ સંતોષ થતો નથી. તેથી કાયયોગથી અને વચનયોગથી પ્રાપ્ત સામગ્રીથી પૂજા કર્યા પછી તેને વિચાર આવે છે કે ‘સર્વગુણસંપન્ન એવા વીતરાગની પૂજા માટે સર્વોત્તમ એવાં નંદનવનાદિનાં પુષ્પો જોઈએ, જેનાથી પૂજા કરીને હું મારા આત્માને કૃતકૃત્ય કરું'. આવો અભિલાષ થવાથી તે વિચારે છે કે નંદનવનનાં પુષ્પો કાયાથી મેળવવાં શક્ય નથી, અને બીજા પાસેથી મંગાવવાં પણ શક્ય નથી. તેથી મન દ્વારા પોતે વિધિપૂર્વક તે પુષ્પોને ગ્રહણ કરવા યત્ન કરે છે, અને મનથી તે પુષ્પોને મેળવીને તે પુષ્પો દ્વારા મનથી ભગવાનની પૂજા કરે છે, અને આ રીતે ભગવાનની પૂજા કરતી વખતે ભગવાનની ભક્તિથી તેને સંતોષ થાય છે. ||૬||
અવતરણિકા :
જિતબિંબની પ્રતિષ્ઠા કર્યા પછી ભગવાનની પૂજા કરવી જોઈએ તેમ શ્લોક-૨૧માં કહ્યું. ત્યારપછી તે પૂજા ત્રણ પ્રકારની છે, તેમ શ્લોક-૨૨માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org