SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ જિનભક્તિદ્વાલિંશિકા/બ્લોક-૨પ વિત્તની પૂજાની સામગ્રીની, શુદ્ધિથી કાયાદિ દોષોના પરિવારના અભિપ્રાયને કારણે અતિચારથી રહિત=પૂજાની ક્રિયાવિષયક શુદ્ધિના અતિચારથી રહિત, યથાક્રમ=અનુક્રમે, વિપ્લશમન કરનારી, અભ્યદયને કરનારી અને મોક્ષને દેનારી છે. તે કહેવાયું છે=જે શ્લોકમાં કહ્યું તે ષોડશક ૯૮ અને ૯/૧૦માં કહેવાયું છે. તેની શુદ્ધિ વડે ગ્રહણ કરાયેલી સામગ્રીથી=કાયાદિ યોગોની શુદ્ધિ વડે ગ્રહણ કરાયેલી સામગ્રીથી, પૂજાની શુદ્ધિના અતિચારથી રહિત જે કાયાદિયોગપ્રધાન ત્રણ પ્રકારની પૂજા છે, તે પરમ છે=પ્રધાન છે. એમ વળી અન્ય આગમના જાણનારાઓ કહે છે.” (ષોડશક-૯, શ્લોક-૯). વિજ્ઞઉપશમન કરનારી આઘ, અભ્યદયને કરનારી અન્ય, અને નિર્વાણને સાધનારી અવ્ય, એ પ્રકારે યથાર્થ સંજ્ઞા વડે=સમંતભદ્રા, સર્વમંગલા અને સર્વસિદ્ધિફલા એ પ્રકારના અવર્થ નામો વડે, ફળને દેનારી કહેવાઈ છે.” (ષોડશક-૯, શ્લોક૧૦) રપા ‘ાવતોષપરિહાર' - અહીં ‘દ્રિથી વચન અને મનનું ગ્રહણ કરવું. ભાવાર્થ :અન્ય રીતે પૂજાના ત્રણ પ્રકાર : અન્ય આચાર્યો ત્રણ પ્રકારની પૂજા કહે છે. (૧) કાયયોગસારા : સમ્યગ્દષ્ટિ શ્રાવક પોતાની કાયાની શુદ્ધિના વ્યાપારયુક્ત વિધિપૂર્વક સર્વ ઉત્તમ સામગ્રી પ્રાપ્ત કરીને, અતિચારરહિત ભગવાનની ભક્તિ કરે છે, તે પૂજા કાયયોગસારા છે. વળી આ પ્રથમ પ્રકારની પૂજા કરનાર સમ્યગ્દષ્ટિ જીવોને ભગવાન પ્રત્યે અત્યંત બહુમાન હોય છે. તેથી પોતાની કાયાથી પૂજાની જે ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થતી હોય તેમાં કોઈ અનાવશ્યક આરંભ-સમારંભ ન થાય તેવો યત્ન કરે છે, અને વિધિપૂર્વક પ્રાપ્ત થયેલી સામગ્રી દ્વારા અત્યંત એકાગ્રતાપૂર્વક ભગવાનની ભક્તિ કરે છે. તેથી ભગવાનની ભક્તિના કાળમાં ભગવાનના ગુણોમાં તન્મયતાવાળી તે ભક્તિ હોય છે, અને આ પૂજા યોગમાર્ગની પ્રાપ્તિમાં આવતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy