________________
જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૦-૨૧
૧૦૧ આવે અને વૈભવ અનુસાર દાન આપવામાં આવે, જેનાથી શાસનની ઉન્નતિ પણ થાય. આમ છતાં પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવકમાં ભગવાનની કર્મકાયઅવસ્થા અને તત્ત્વકાયઅવસ્થા પ્રત્યે ઉપયોગ વર્તતો ન હોય તો તે પૂજા વિશેષ ફળવાળી બને નહિ; પરંતુ “આ ભગવાન સર્વજ્ઞ અને વીતરાગ થયા પછી જગતના જીવોને યોગમાર્ગ બતાવવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે, તેવી કર્મકાયઅવસ્થાને ઉપસ્થિત કરીને તેમના પ્રત્યે ભક્તિવાળા થાય, અને તે રીતે પૂજા કરવામાં આવે તો વિશેષ ફળ મળે, તે બતાવવા માટે ભાવથી પૂજા કરવાનું કહેલ છે. વળી “ભગવાને ભવના અંતે યોગનિરોધ કરીને સર્વસંવરને પ્રાપ્ત કર્યો, જેના ફળરૂપે સર્વકર્મરહિત એવી જીવની તત્ત્વકાયઅવસ્થાને પામ્યા; અને “આ જ અવસ્થા જીવ માટે સર્વશ્રેષ્ઠ છે એ પ્રકારના ભાવના પ્રકર્ષથી તે અવસ્થા પ્રત્યે ભક્તિ થાય તે રીતે પૂજા કરવામાં આવે, તો વિશેષ ફળ મળે, તે બતાવવા માટે ભાવથી પૂજા કરવાનું કહેલ છે. ભગવાનની આ બે અવસ્થાની ઉપસ્થિતિ કરીને પૂજા કરવાથી સંસારનો શીધ્ર અંત થાય છે.
સંક્ષેપથી એ ફલિત થાય કે ભગવાનની કર્મકાયઅવસ્થાની અને તત્ત્વકાયઅવસ્થાની પ્રધાનરૂપે ઉપસ્થિતિ થાય, તે પ્રકારના ભાવથી બિંબની પૂજા કરવી જોઈએ, અને વૈભવ અનુસાર દાન આપતી વખતે “યોગ્ય જીવોને ભગવાનના શાસનની પ્રાપ્તિ થાઓ, જેથી તેઓ પણ ભગવાનના માર્ગને પામીને આ સંસારસાગરથી તરે” એવા પ્રકારના ઉત્તમ ભાવની પ્રધાનતાથી દાન આપવાની ક્રિયા કરવી જોઈએ. ISા અવતરણિકા :
પ્રતિષ્ઠા કર્યા પછી પ્રતિદિન ભગવાનની પૂજા કરવી જોઈએ, તે કઈ રીતે કરવી જોઈએ ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક -
पूजा प्रतिष्ठितस्येत्थं बिम्बस्य क्रियतेऽर्हतः । મવા વિર્લેપનમ્નાનપુષ્પપૂમિ: મ ા૨ાા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org