________________
૮૬.
જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૯ પ્રતિમામાં ઉત્પન્ન થયેલ ઉપચરિત સ્વભાવરૂપ ભાવને વ્યાપારરૂપે કલ્પના કરી શકાય.
વળી ગ્રંથકારશ્રી પ્રતિષ્ઠિતં પૂગયે એ વચન દ્વારા ધ્વસને બદલે પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં ઉત્પન્ન થયેલ ઉપચરિત સ્વભાવને પૂજ્યતાનો પ્રયોજક સ્વીકારવાની યુક્તિ આપે છે –
કાલાન્તરભાવિ ફળમાં ચિરનષ્ટના ભાવવ્યાપારકત્વનો નિયમ છે અર્થાત્ પ્રતિષ્ઠા કર્યા પછી પ્રતિમાની પૂજા કરનારને પૂજાના ફળની પ્રાપ્તિમાં ઉપચરિતસ્વભાવરૂપ ભાવવ્યાપાર કારણ છે, એ પ્રકારનો નિયમ છે. તેથી પ્રતિષ્ઠા કર્યા પછી કાલાન્તરમાં તે પ્રતિમાની પૂજા કરનારને પ્રતિમામાં પ્રતિષ્ઠા થયેલી હોવાના કારણે ફળ પ્રાપ્ત થાય છે. તે ફળમાં ચિરકાળ પૂર્વે કરાયેલ પ્રતિષ્ઠાના ધ્વંસવ્યાપારથી પ્રતિષ્ઠા ફળને આપતી નથી, પરંતુ ભાવવ્યાપારથી ફળ આપે છે અર્થાત્ પ્રતિષ્ઠાની ક્રિયા દ્વારા પ્રતિમામાં ઉપચરિત સ્વભાવરૂપ જે ભાવ થયો, તે ભાવના વ્યાપાર દ્વારા પ્રતિષ્ઠા પૂજાનું ફળ આપે છે, એ પ્રકારનો નિયમ છે; અને એવો નિયમ ન સ્વીકારીએ તો પ્રતિમામાં અપૂર્વના ઉચ્છેદની આપત્તિ આવે=પ્રતિષ્ઠા પૂર્વે જે પ્રતિમા હતી, તેના કરતાં પ્રતિષ્ઠા પછી પ્રતિમા અપૂર્વ છે, તેમ સ્વીકારી શકાય નહિ.
વસ્તુતઃ પ્રતિષ્ઠા કર્યા પૂર્વે પ્રતિમા જેવી હતી, તેવી જ પ્રતિષ્ઠા પછી હોય, પરંતુ પ્રતિષ્ઠાવિધિથી કોઈ અપૂર્વ ભાવવાળી થઈ ન હોય, તો પ્રતિષ્ઠા વગરની પ્રતિમાને પૂજા કરવાથી પૂજા કરનારને જેમ પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી, તેમ પ્રતિષ્ઠા કર્યા પછી પણ તે પ્રતિમાની પૂજા કરવાથી તે પૂજાનું ફળ પ્રાપ્ત થાય નહિ; તેથી પ્રતિષ્ઠા કર્યા પૂર્વે જે પ્રતિમા હતી, તે પ્રતિમામાં ઉપચરિત સ્વભાવ ન હતો અને પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં ઉપચરિત સ્વભાવ થયો, તેમ માનવું ઉચિત છે. તેથી પ્રતિષ્ઠા પૂર્વેની પ્રતિમા કરતાં પ્રતિષ્ઠા કર્યા પછી ઉપચરિત સ્વભાવવાળી પ્રતિમા અપૂર્વ છે, તેમ સ્વીકારવામાં આવે તો, આવી અપૂર્વ પ્રતિમાની પૂજા કરવાથી પૂજા કરનારને પૂજાના ફળની પ્રાપ્તિ છે, તેમ સ્વીકારી શકાય.
અહીં વિશેષ એ છે કે જેમ દંડ ચક્રભ્રમણ દ્વારા ઘટને પેદા કરે છે, તેથી દંડ ભ્રમિરૂપ વ્યાપાર દ્વારા ઘટ પ્રતિ કારણ છે, તેમ કહેવાય છે, તે રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org