________________
જિનભક્તિવાત્રિશિકા/પ્રાસ્તાવિક જિનભક્તિાત્રિશિકા” આ ગ્રંથનું પાંચમું પ્રકરણ છે. પૂર્વની જિનમહત્ત્વદ્વાáિશિકા'માં ગ્રંથકારશ્રીએ જિનનું મહત્ત્વ બતાવ્યું. તે સાંભળીને યોગ્ય જીવોને જિનના મહત્ત્વનું જ્ઞાન કર્યા પછી જિનભક્તિ કરવી આવશ્યક છે. તેથી તે ભક્તિ કેવા સ્વરૂપવાળી છે તે પ્રસ્તુત દ્વાáિશિકામાં ગ્રંથકારશ્રી બતાવે છે.
શ્લોક-૧માં જ ગ્રંથકારશ્રી જણાવે છે કે સાધુઓ ભગવાનના વચનને કહેનારાં સૂત્રોનું સ્મરણ કરીને તે સૂત્ર અનુસાર મન-વચન-કાયાને સુદઢ રીતે પ્રવર્તાવે છે, તેથી સાધુઓને ભગવાનની પૂર્ણ ભક્તિ છે, જ્યારે ગૃહસ્થો દ્રવ્યસ્તવ કરે છે તેથી તેઓને દેશથી ભક્તિ છે અર્થાત્ અંશથી ભક્તિ છે.
અહીં જિન એટલે સર્વકર્મરહિત, મોહના સંસ્કારોથી નિરાકુળ ચેતનામય આત્મા. આવો જિનસ્વરૂપનો બોધ કર્યા પછી તે બોધને આત્મામાં પ્રગટ કરવા માટે પ્રકર્ષથી ઉદ્યમ કરનારા સામર્થ્યયોગકાલીન યોગીઓ છે, જેઓ સંપૂર્ણ સંગ વગરની અવસ્થામાં ઉપયુક્ત થઈને શુદ્ધ આત્મતત્ત્વને જોવાનો યત્ન કરતાં અંતે વીતરાગભાવની પ્રાપ્તિ કરે છે. આમ છતાં, શાસ્ત્રવચનાનુસાર પૂર્ણ આચારને પાળનારા યોગીઓ પણ સર્વ શક્તિના પ્રકર્ષથી જિન થવા માટે યત્ન કરે છે, તેથી શાસ્ત્રયોગકાલીન યોગીઓમાં પણ પૂર્ણ ભક્તિ છે.
વળી જે શ્રાવકો સંસારનું સ્વરૂપ જાણી સંસારથી પર મુક્તઅવસ્થા પ્રાપ્ત કરવાના અર્થી છે, પરંતુ ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ કરવામાં અલ્પશક્તિ હોવાને કારણે ઉદ્યમ કરવા સમર્થ નથી તેથી પૂર્ણ ભક્તિની શક્તિ પ્રગટ કરવા માટે દ્રવ્યસ્તવ કરે છે તેવા શ્રાવકો ભગવાનના ગુણો પ્રત્યે અને સંયમ પ્રત્યે બહુમાનવાળા બની ભક્તિની અભિવ્યક્તિ દ્રવ્યસ્તવથી કરે છે તે તેમની દેશથી ભક્તિ છે.
ધર્મ અત્યંત ઉચિત પ્રવૃત્તિરૂપ હોવાથી જિનમંદિરને કરાવવા માટે અધિકારી શ્રાવકની ઉચિત પ્રવૃત્તિઓનું સ્વરૂપ શ્લોક-રમાં જણાવ્યું. શ્લોક-૩થી શ્લોક૯ સુધી વિધિથી શુદ્ધ જિનમંદિર કેમ કરવું, તેનું સ્વરૂપ બતાવ્યું. વતનાયુક્ત જિનાલયનિર્માણ શ્રાવક માટે ભાવપૂજારૂપ ભાવયજ્ઞ છે માટે જિનાલયનું નિર્માણ કર્યા પછી શીધ્ર જિનગૃહમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરે તે શ્લોક-૧૦માં બતાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org