________________
૮૪
જિનભક્તિાત્રિશિકા/શ્લોક-૧૯ તતે પ્રતિમામાં અસ્પૃશ્ય સ્પર્ધાદિ સંબંધિ સંસર્ગનો અભાવ અનાદિનો છે અને તેવી પ્રતિમા પૂજ્ય છે. જે પ્રતિમામાં અસ્પૃશ્યનો સ્પર્શાદિપ્રતિયોગિકસંસર્ગાભાવ હોવા છતાં અનાદિ સંસર્ગાભાવ નથી, તે પ્રતિમા પૂજ્ય નથી.
આ રીતે જે પ્રતિમામાં પ્રતિષ્ઠા કરાઈ છે, તે પ્રતિમામાં પ્રતિષ્ઠાકાળથી માંડીને અસ્પૃશ્યનો સ્પર્શાદિ ન થાય ત્યાં સુધી વર્તતો પ્રતિષ્ઠાધ્વસ તે પ્રતિમાની પૂજ્યતાનો પ્રયોજક છે, તે પ્રકારનું ચિંતામણિકારનું કથન પણ અવિચારિત રમણીય છે; કેમ કે જો પ્રતિષ્ઠાને, પ્રતિષ્ઠા કરાવનાર પુરુષની ક્રિયારૂપ સ્વીકારવામાં આવે અથવા પ્રતિષ્ઠા કરાવનાર પુરુષની ઇચ્છારૂપ સ્વીકારવામાં આવે=“હું આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરું” એ પ્રકારની ઇચ્છારૂપ સ્વીકારવામાં આવે, તો તે પ્રતિષ્ઠા કરનારની ક્રિયાનો ધ્વંસ કે પ્રતિષ્ઠા કરાવનારની ઇચ્છાનો ધ્વસ પ્રતિમામાં પ્રાપ્ત થાય નહિ; પરંતુ પ્રતિષ્ઠા કરાવનાર પુરુષમાં પ્રાપ્ત થાય. તેથી પ્રતિષ્ઠાધ્વસને પૂજ્યતાનો પ્રયોજક સ્વીકારીએ તો તે પ્રતિમા પૂજ્ય બને નહિ, પરંતુ પ્રતિષ્ઠા કરાવનાર પુરુષ પૂજ્ય બને. માટે ચિંતામણિકારનો મત અવિચારિત રમણીય છે.
આ દોષના નિવારણ માટે ચિંતામણિકાર કહે છે કે પ્રતિષ્ઠા કરનાર પુરુષની ક્રિયારૂપ પ્રતિષ્ઠા નથી કે પ્રતિષ્ઠા કરનાર પુરુષની ઇચ્છારૂપ પ્રતિષ્ઠા નથી, પરંતુ પ્રતિષ્ઠા કરનાર પુરુષનો પ્રતિષ્ઠાની ક્રિયાકાળમાં પ્રતિમા સાથે જે સંયોગ છે, તે રૂપ પ્રતિષ્ઠા છે; અને પ્રતિષ્ઠા કરનાર પુરુષનો પ્રતિષ્ઠાકાળમાં પ્રતિમા સાથે સંયોગ વિદ્યમાન છે, માટે પ્રતિષ્ઠાકાળમાં પ્રતિમામાં પ્રતિષ્ઠાની પ્રાપ્તિ છે અને ત્યારપછી તે પ્રતિષ્ઠાનો ધ્વંસ પ્રતિમામાં છે માટે પ્રતિષ્ઠિત પ્રતિમાને પૂજ્ય સ્વીકારી શકાશે.
તેને ગ્રંથકારશ્રી કહે છે કે પ્રતિષ્ઠાને સંયોગરૂપે સ્વીકારવામાં આવે તો પ્રતિષ્ઠાની ક્રિયાના કાળમાં પ્રતિષ્ઠા કરનાર પુરુષનો જે પ્રતિમા સાથે સંયોગ છે, તે સંયોગ જેમ પ્રતિમામાં છે, તેમ પ્રતિષ્ઠા કરનાર પુરુષમાં પણ છે. તેથી પ્રતિષ્ઠાને સંયોગરૂપે સ્વીકારીને પ્રતિષ્ઠાનો ધ્વંસ પૂજ્યતાનો પ્રયોજક સ્વીકારીએ તો તે પ્રતિષ્ઠાનો ધ્વંસ જેમ પ્રતિમામાં છે, તેમ પ્રતિષ્ઠા કરનાર પુરુષમાં પણ છે. તેથી પ્રતિમાની જેમ પ્રતિષ્ઠા કરનાર પુરુષને પણ પૂજ્ય સ્વીકારવાની આપત્તિ આવે. માટે ચિંતામણિકારનું વચન અવિચારિત રમણીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org