SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૯ પ્રતિમામાં અસ્પૃશ્યનો સ્પર્શ ભવિષ્યમાં થવાનો છે, તે પ્રતિમામાં અનાદિ સંસર્ગાભાવ પ્રાગભાવરૂપ છે, અને જે પ્રતિમામાં ભવિષ્યમાં ક્યારેય અસ્પૃશ્યનો સ્પશિિદ થવાનો નથી, તે પ્રતિમામાં અનાદિ સંસર્ગાભાવ અત્યંતાભાવરૂપ છે, એ પ્રમાણે ચિંતામણિકાર કહે છે. તે પણ=ચિંતામણિકારનું તે કથન પણ, અવિચારિત રમણીય છે; કેમ કે પ્રતિષ્ઠાનું ક્રિયાઈચ્છારૂપપણું હોતે છતે=શાસ્ત્રવિધિ અનુસાર કાયિક ક્રિયા, અને પ્રતિષ્ઠા દ્વારા પ્રતિમામાં અતિશયતા આધાત કરવાની ઈચ્છારૂપ પ્રતિષ્ઠા હોતે છતે, તેના ધ્વસનું પ્રતિમામાં અનિષ્ઠાણું છે–પ્રતિષ્ઠાનો ધ્વંસ પ્રતિમામાં રહેતો નથી. અહીં પૂર્વપક્ષી કહે કે પ્રતિષ્ઠાને ક્રિયારૂપ અથવા ઇચ્છારૂપ સ્વીકારીએ તો પ્રતિષ્ઠા કરાવનાર પુરુષમાં તેનો ધ્વંસ પ્રાપ્ત થાય, પરંતુ પ્રતિમામાં પ્રાપ્ત થાય નહિ; પણ અમે પ્રતિષ્ઠાને પ્રતિમા સાથે સંયોગરૂપ સ્વીકારીશું અર્થાત્ પ્રતિષ્ઠાક્રિયાકાલીન પ્રતિષ્ઠા કરાવનાર પુરુષના પ્રતિમા સાથેના સંયોગરૂપ પ્રતિષ્ઠાને સ્વીકારીશું, તેથી પ્રતિષ્ઠાનો ધ્વંસ પ્રતિમામાં પ્રાપ્ત થશે. એના નિરાકરણ માટે બીજો હેતુ કહે છે – સંયોજારૂપવૅડપિ દિઇત્વ ... પ્રતિષ્ઠાનું સંયોગરૂપપણું હોતે છતે પણ દ્વિષ્ઠાણું છે–પ્રતિષ્ઠાનું સંયોગરૂપણું હોતે છતે પ્રતિષ્ઠા કરાવનાર પુરુષમાં અને પ્રતિમામાં સંયોગ છે. પ્રતિમાનો સંયોગ પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં અને પ્રતિમામાં પ્રાપ્ત થવાથી પ્રતિષ્ઠાનો ધ્વંસ પણ બંનેમાં પ્રાપ્ત થાય છે. તેથી ચિંતામણિકારના મતાનુસાર ધ્વંસને પૂજાફળનું પ્રયોજક સ્વીકારીએ તો પ્રતિમા અને પ્રતિષ્ઠા કરાવનાર બંનેને પૂજ્ય સ્વીકારવાની આપત્તિ આવે. તેના નિવારણ માટે ચિંતામણિકાર કોઈક પરિષ્કાર કરીને પ્રતિમાનિષ્ઠ સંયોગનું ગ્રહણ થાય તે રીતે વિશિષ્ટ સંયોગને પ્રતિષ્ઠારૂપ સ્વીકારે તો પ્રતિષ્ઠાધ્વસ પ્રતિમામાં પ્રાપ્ત થાય. આમ છતાં પ્રતિષ્ઠાધ્વંસને પૂજ્યતાનું પ્રયોજક સ્વીકારવામાં શું દોષ પ્રાપ્ત થાય ? તે બતાવવા અર્થે અન્ય હેતુ કહે છે – રમૂનામાવ .... કારણભૂત અભાવપ્રતિયોગીપણું હોવાને કારણે= પ્રતિમાની પૂજા કરનારને પૂજાળની પ્રાપ્તિમાં કારણભૂત એવા બંસરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy