________________
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૧ જે અનુમાન કરે છે, તે અનુમાનથી તો જૈનોને અભિમત ભગવાન જ્ઞાનરૂપે જગતના કર્તા સિદ્ધ થાય છે. માટે તૈયાયિકને જે ઇષ્ટ હતું કે જૈનોને અભિમત ઈશ્વર જગતના કર્તા નથી, માટે મહાન નથી, તે સિદ્ધ ન થયું, પરંતુ જ્ઞાનને કાર્યમાત્ર પ્રત્યે હેતુરૂપે સ્વીકાર્યું, અને તે નિયમ પ્રમાણે જૈનોના ઈશ્વર પણ જગત્કર્તારૂપે સિદ્ધ થાય છે, જે જૈનોને પણ માન્ય છે.
અહીં નૈયાયિક કહે કે તમારા ભગવાન કોઈ અનાદિશુદ્ધ નથી, તેથી તેઓનું જ્ઞાન કઈ રીતે કાર્યમાત્ર પ્રત્યે હેતુ બની શકે ? તેના નિરાકરણરૂપે ગ્રંથકારશ્રી કહે છે --
જેનોને અભિમત ભગવાન પણ પ્રવાહથી અનાદિ છે. તેથી જૈનોને અભિમત કોઈ તીર્થકરો વ્યક્તિગત અનાદિ નહીં હોવા છતાં તીર્થકરોનો પ્રવાહ અનાદિનો છે.
તેથી એ ફલિત થયું કે જૈનોને અભિમત ભગવાન સદા પ્રવાહરૂપે પ્રાપ્ત થાય છે અને પ્રવાહથી પ્રાપ્ત થતા ભગવાનનું જગતના કાર્યમાત્ર પ્રત્યે હેતુપણું છે. માટે જ્ઞાનને કાર્યમાત્ર પ્રત્યે હેતુ સ્વીકારીને જૈનોના ભગવાનને નૈયાયિકે જગતના કર્તારૂપે સ્થાપન કર્યા, તેમ સિદ્ધ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે ભગવાનનું જ્ઞાન જગતના કાર્યમાત્ર પ્રત્યે કારણ છે, તેમ જૈનોને ક્યાં અભિમત છે ? તેની સાક્ષીરૂપે બતાવે છે –
આગમમાં કહ્યું છે કે “જે પ્રમાણે ભગવાને જે જોયું છે, તે પ્રમાણે તે પરિણમન પામે છે.” તેથી એ ફલિત થયું કે ભગવાનના જ્ઞાનમાં જે પ્રમાણે બોધ છે, તે પ્રમાણે સર્વ કાર્યો થાય છે, પરંતુ ભગવાનના જ્ઞાનનું ઉલ્લંઘન કરીને કોઈ કાર્ય થતું નથી. માટે કાર્યમાત્ર પ્રત્યે જ્ઞાનને હેતુ કહીએ અને તે જ્ઞાનના આશ્રયરૂપે જગત્કર્તાને સ્વીકારીએ, તો જૈનોના ભગવાન પણ જગતના કર્યા છે, તેથી મહાન છે, તેમ સિદ્ધ થાય છે.
આ રીતે તૈયાયિકે જેનોના ભગવાન મહાન નથી, તેમ સ્થાપન કરવા માટે, પોતાના ભગવાન જગતના કર્તા કઈ રીતે છે, તેનું સ્થાપન કરવા યત્ન કર્યો; પરંતુ તૈયાયિકના તે યત્નથી તો જૈનોના ભગવાન જગત્કર્તા સિદ્ધ થયા, અને તે મહાન છે, તેમ સિદ્ધ થયું. તેથી ગ્રંથકારશ્રીએ નૈયાયિકના અનુમાનમાં સિદ્ધસાધન દોષ બતાવ્યો. અર્થાત્ જૈનોને જે સિદ્ધ છે તેની જ નૈયાયિકે સિદ્ધિ કરી તેમ બતાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org