________________
૭૨
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧૧ કરવા માટે ઘટના ઉપાદાનનું પ્રત્યક્ષ આવશ્યક છે, તેમ પટાદિ સર્વ કાર્યો કરનારને તેના ઉપાદાનનું પ્રત્યક્ષ આવશ્યક છે. આ રીતે સર્વ કાર્યો પ્રત્યે ઉપાદાનનું પ્રત્યક્ષ એ કારણ છે, તેમ સામાન્યથી કાર્યકારણભાવ સ્વીકારવામાં કોઈ વ્યભિચારની ઉપસ્થિતિ થતી નથી અને લાઘવની પ્રાપ્તિ થાય છે. તેના બદલે અમુક કાર્યો પ્રત્યે ઉપાદાનનું પ્રત્યક્ષ આવશ્યક છે અને અમુક કાર્યો પ્રત્યે ઉપાદાનનું પ્રત્યક્ષ આવશ્યક નથી, તેમ માનવામાં ગૌરવદોષ પ્રાપ્ત થાય છે; કારણ કે, કયાં કાર્યો પ્રત્યે ઉપાદાનનું પ્રત્યક્ષ આવશ્યક છે અને કયાં કાર્યો પ્રત્યે ઉપાદાનનું પ્રત્યક્ષ આવશ્યક નથી, તેની ઉપસ્થિતિ કરવામાં ગૌરવની પ્રાપ્તિ છે; અને તેના બદલે તે સર્વ કાર્યો પ્રત્યે ઉપાદાનનું પ્રત્યક્ષ આવશ્યક છે, તેમ સ્વીકારવામાં ઉપસ્થિતિકૃત લાઘવ છે. તેથી સામાન્યથી કાર્યકારણભાવ સ્વીકારવામાં વ્યભિચારની અનુપસ્થિતિ છે અને લાઘવ પણ છે. માટે કાર્ય અને કાર્યના ઉપાદાનનું પ્રત્યક્ષ એ બે વચ્ચે સામાન્યથી કાર્યકારણભાવ સિદ્ધ થાય છે; અને કાર્ય અને ઉપાદાનના પ્રત્યક્ષ વચ્ચે સામાન્યથી કાર્યકારણભાવ સ્વીકારવામાં આવે, તો એ પ્રાપ્ત થાય કે જેમ ઘટાદિ કાર્ય છે, તેમ કયણુક પણ કાર્ય છે અને ચણુક પણ કાર્ય છે, અને ચણકનું ઉપાદાનકારણ પરમાણુ છે અને ચણકનું ઉપાદાનકારણ ચણક છે, અને ત્યણુકના ઉપાદાનકારણનું પ્રત્યક્ષ અને સણુકના ઉપાદાનકારણનું પ્રત્યક્ષ ઈશ્વર સિવાય અન્યને નથી, અને કયણુકરૂપ કાર્ય અને aણુકરૂપ કાર્ય જગતમાં થાય છે, તેથી ચણકરૂપ અને ચણુકરૂપ કાર્યના ઉપાદાનપ્રત્યક્ષના આશ્રયપણાથી જગત્કર્તા એવા ઈશ્વરની સિદ્ધિ થશે. આ પ્રકારે તૈયાયિક કહે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે --
જ્ઞાનને જ કાર્યમાત્ર પ્રત્યે હેતુ સ્વીકારવામાં આવે તો અમને સિદ્ધસાધન છે.
આશય એ છે કે નૈયાયિકે કાર્ય અને તેના ઉપાદાનના પ્રત્યક્ષ વચ્ચે કાર્યકારણભાવ સ્વીકારીને ઉપાદાનપ્રત્યક્ષના આશ્રયરૂપે જગતના કર્તાને સિદ્ધ કર્યો. તેનો અર્થ એ કરીએ કે ઈશ્વરનું જ્ઞાન કાર્યમાત્ર પ્રત્યે કારણ છે, તો જૈનોને તે સિદ્ધાંત માન્ય છે. તેથી જૈનોને જે માન્ય છે, તેની જ નૈયાયિક સિદ્ધિ કરી. તેથી તૈયાયિકના અનુમાનથી જૈનોને જે સિદ્ધ છે, તેની સિદ્ધિ થવાથી, જૈનોને અભિમત ઈશ્વર જગતના કર્તા નથી તેમ સ્થાપન કરવા અર્થે તૈયાયિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org