________________
ઉ૪
જિનમહત્ત્વાત્રિશિકા/શ્લોક-૧૦ અહીં પૂર્વપક્ષી કહે કે જે મતમાં જાતિસાર્થ દોષ છે, તે મત પ્રમાણે ક્ષિતિમેરુ આદિ વ્યાવૃત્તજાતિવિશેષ સિદ્ધ થશે નહીં. તેથી કાર્યત્વેન કર્તુત્વેન કાર્યકારણભાવ માનવો પડશે. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે --
કાલિક સંબંધથી ઘટત્વપટવાદિમસ્વરૂપ કાર્યત્વનું નાનાપણું હોવાથી અનેકપણું હોવાથી, કૃતિઅવ્યવહિત ઉત્તરત્વનું અથવા પરંપરા સંબંધથી કૃતિત્વનું જ કર્તુજન્યતાવચ્છેદકપણાનું ઉચિતપણું હોવાથી ક્ષિતિ-મેરુ આદિ વ્યાવૃત્તજાતિવિશેષ સિદ્ધ થશે, એમ અવય છે. ૧૦ || ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે વ્યાપ્યધર્મ દ્વારા વ્યાપકધર્મની અન્યથાસિદ્ધિ હોવાને કારણે ક્ષિતિ-મેરુ આદિથી વ્યાવૃત્ત એવી જાતિવિશેષથી અવચ્છિન્ન એવા કાર્યવિશેષમાં જ કર્તુત્વેન કર્તાનું હેતુપણું માનવું ઉચિત છે. ત્યાં તૈયાયિક શંકા કરતાં કહે છે કે આ રીતે ક્ષિતિ-મેરુ આદિ વ્યાવૃત્ત કર્તુત્વ જાતિ માનવાથી પૃથિવીત્યાદિની સાથે સાંકર્ય દોષ આવશે. તેથી આ વિશેષ જાતિ માની શકાશે નહીં. તે સાંકર્ય આ રીતે છે –
પાર્થિવ પરમાણુમાં અને સિત્યાદિમાં પૃથ્વીત્વ છે, પણ ક્ષિતિ-મેરુ આદિ વ્યાવૃત્તજાતિવિશેષ નથી, અને પૃથ્વી ભિન્ન જલાદિ કાર્યમાં ક્ષિતિ-મેરુ આદિ વ્યાવૃત્તજાતિવિશેષ છે, પણ પૃથ્વીત્વ નથી, અને ઘટમાં પૃથ્વીત્વ છે અને ક્ષિતિમેરુ આદિ વ્યાવૃત્તજાતિવિશેષ પણ છે. તેથી ઘટરૂપ કાર્ય પૃથ્વીત્વ અને ક્ષિતિમેરૂ આદિ વ્યાવૃત્તજાતિવિશેષનું એકાધિકરણ થશે. આથી ભિન્નાધિકરણવૃત્તિ એવા ધર્મોનું એકાધિકરણવૃત્તિત્વરૂપ સાંકર્ય દોષ આવશે. તેથી પૃથિવીત્વાદિની સાથે ક્ષિતિ-મેરુ આદિ વ્યાવૃત્તજાતિવિશેષમાં આવતા સાંકર્યદોષને કારણે ક્ષિતિમેરુ આદિ વ્યાવૃત્તજાતિવિશેષ સ્વીકારી શકાશે નહીં.
૩..... આ પ્રકારની તૈયાયિકની શંકાનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે એમ ન કહેવું, કેમ કે ઉપાધિસાંર્ષની જેમ જાતિસાકર્થના પણ અદૂષણત્વનું તમારા નવ્યર્નયાયિક વડે જ વ્યવસ્થાપિતપણું છે.
તાત્પર્ય એ છે કે જેમ ઉપાધિસાંકર્ય એ દોષરૂપ નથી અર્થાત્ બે ઉપાધિરૂપ ધર્મમાં પરસ્પર સકિર્ય પ્રાપ્ત થાય તો તે ઉપાધિનું બાધક બનતું નથી, તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org