________________
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૯-૧૦
પ૭ માટે અનુમાનનો આકાર અન્ય રીતે કર્યો કે જેથી સાધ્ય અને હેતુ એક સ્થાનમાં પ્રાપ્ત થાય, અને તે અનુમાન આ પ્રમાણે છે –
દોષ અને આવરણને પક્ષ કરીને નિઃશેષહાનિપ્રતિયોગિજાતિયત્વને સાધ્ય બનાવ્યું અને તેમાં દૃષ્ટાંત પણ સુવર્ણમાળના ક્ષયને બદલે સંપ્રતિપન્ન સુવર્ણમળને બનાવ્યું.
આ પ્રકારના અનુમાનથી સાધ્ય અને હેતુ એકાધિકરણ પણ પ્રાપ્ત થાય છે અને એક સ્થાનમાં પણ પ્રાપ્ત થયા. તેથી હેતુ સાધ્યનો ગમક બને છે અને દૃષ્ટાંતમાં પણ સાધ્ય અને હેતુની વ્યાપ્તિ મળે છે. આમ છતાં ‘હમતવૃત્તિ
પાવરસધારોધિગતિ' રૂપ નવી જાતિની સિદ્ધિ થઈ, જે જાતિ સ્વીકારી શકાય નહીં. જેમ ઘટત્વજાતિ કે પટવજાતિ સ્વીકારાય, પરંતુ ઘટપટઉભયવૃત્તિ નવી જાતિ સ્વીકારાતી નથી; તેમ સુવર્ણમળવૃત્તિદોષઆવરણ સાધારણ જાતિ સ્વીકારી શકાય નહીં. તેથી આ પ્રકારનું અનુમાન પણ ગ્રંથકારને ઇષ્ટ નથી. તેથી ગ્રંથકારશ્રી અન્ય પ્રકારનું અનુમાન આ પ્રમાણે કરે છે –
અહીં દોષ અને આવરણરૂપ પક્ષના બદલે દોષત્વ અને આવરણત્વ જાતિને પક્ષ કર્યા અને નિઃશેષક્ષીયમાણવૃત્તિત્વને સાધ્ય બનાવ્યું અને દેશથી ક્ષીયમાણવૃત્તિજાતિત્વને હેતુ બનાવ્યો અને સુવર્ણ મળત્વજાતિને દષ્ટાંત બનાવ્યું. તેથી આ અનુમાનના આકારમાં કોઈ દોષ નથી.
આ અનુમાનથી સિદ્ધ થાય છે કે કોઈક વ્યક્તિમાં સંપૂર્ણ દોષ અને આવરણની હાનિ છે, અને જેનામાં સંપૂર્ણ દોષ અને આવરણની હાનિ છે, તે મહાન છે. lલા અવતરણિકા -
આ રીતે ધ્વસ્તદોષત્વ વડે જ મહત્વ સિદ્ધ થઈ જવાથી અવ્ય શંકાનું પણ નિરાકરણ થાય છે. તે દર્શાવતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક -
इत्थं जगदकर्तृत्वेऽप्यमहत्त्वं निराकृतम् । कार्ये कर्तृप्रयोज्यस्य विशेषस्यैव दर्शनात् ।।१०।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org