________________
જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/બ્લોક-૯
૫૫
થયો; પરંતુ તારતમ્યહાનિપ્રતિયોગિત્વના અધિકરણમાં=સાધક જીવના દોષાવરણરૂપ અધિકરણમાં અને સ્વર્ણમળરૂપ અધિકરણમાં, વૃત્તિ એવી નિઃશેષહાનિપ્રતિયોગિજાતિયત્વરૂપ ભિન્ન જાતિની સિદ્ધિ થવા રૂપ અર્થાન્તરની પ્રાપ્તિ થઈ, અને તેના વારણ માટે તમે દોષત્વાદિ જાતિનું ગ્રહણ કરશો તો દૃષ્ટાંત સાધ્યવિકલ પ્રાપ્ત થશે. તે આ રીતે
અર્થાતરની પ્રાપ્તિરૂપ દોષના નિવારણ માટે જો તમે નિઃશેષહાનિપ્રતિયોગિવૃત્તિદોષત્વ અને આવરણત્વજાતિ ગ્રહણ કરશો અને તજાતિયને સાધ્ય બનાવશો તો નિઃશેષહાનિપ્રતિયોગિત્વ અને તારતમ્યહાનિપ્રતિયોગિત્વ એકાધિકરણ થઈ જશે; કેમ કે નિઃશેષહાનિના પ્રતિયોગી દોષ અને આવરણ છે, અને તેમાં વૃત્તિ દોષત્વ અને આવરણત્વ જાતિ છે, તજાતિય તારતમ્યહાનિવાળા સાધક યોગીના દોષ અને આવરણ થશે, અને આ પ્રમાણે ક૨વા જતાં સુવર્ણમળરૂપ દૃષ્ટાંતમાં સાધ્યના વિકલપણાથી પ્રાપ્તિ થશે; કેમ કે સુવર્ણમળમાં દોષત્વ જાતિ અને આવરણત્વ જાતિ જ નથી, પરંતુ બાહ્ય અને અંતર મળ જ છે. તેથી દૃષ્ટાંત સાધ્યશૂન્ય હોવાનો દોષ આવશે. માટે આ અનુમાનમાં સંપ્રતિપક્ષ સુવર્ણમળ દૃષ્ટાંત બનશે નહીં.
तथापि
આ રીતે અનુમાન કરવામાં ઉક્ત દોષો આવે છે, તોપણ “દોષત્વ અને આવરણત્વ નિઃશેષક્ષીયમાણવૃત્તિ છે; કેમ કે દેશથી ક્ષીયમાણવૃત્તિજાતિપણું છે, સુવર્ણમળત્વની જેમ” એ પ્રકારના આમાં=અનુમાનમાં, તાત્પર્ય છે=સમંતભદ્રે કરેલા અનુમાનનું તાત્પર્ય છે, એમ ગ્રંથકારશ્રી કહે છે.
ગ્રંથકારનું તાત્પર્ય એ છે કે દોષત્વ અને આવરણત્વને પક્ષ કરીને નિઃશેક્ષીયમાણવૃત્તિત્વને સાધ્ય બનાવીશું અને દેશથી ક્ષીયમાણવૃત્તિજાતિત્વને હેતુ બનાવીશું અને સુવર્ણમળત્વને દૃષ્ટાંત બનાવીશું, એટલે કોઈ દોષ નહીં આવે. તે આ રીતે –
દોષ અને આવરણ અનેક વ્યક્તિમાં આશ્રયવાળા હોવાથી પક્ષનુ વિવેચન કરવાનો જે પ્રશ્ન ઊભો થતો હતો, તે દોષત્વ અને આવરણત્વને પક્ષ કરવાથી થશે નહીં; કેમ કે દોષત્વ અને આવરણત્વ જાતિ છે, તેથી તેના દેશનો વિભાગ થશે નહીં. માટે પક્ષના વિવેચનને કારણે જે બાધ અને અસિદ્ધિદોષ આવતો હતો તે આવશે નહીં; વળી દોષત્વ અને આવરણત્વરૂપ પક્ષમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org